ગત વર્ષોમા ભરૂચ જિલ્લામા ઉત્ત્રાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવા જતા પતંગ ચગાવનાર વીજ વાયર ને અડી જતા અકસ્માત સર્જાયો હોવાના બનાવો બન્યા છે. ત્યારે સાધના વિધાલય ખાતે વીજ વાયર થી બચીને પતંગ ચગાવવા અંગે ની માર્ગદર્શન વિધાર્થીઓ ને આપવામા આવ્યુ હતુ. ડી.જી.વી.સી.એલ એટલે કે વીજ કંપની ના અમલદારો જે.કે પટેલ, સુનિલ વસાવા, બી.એ પંચાલ એ વીધાર્થીઓને પતંગ ચગાવતા સમયે વીજ વાયર થી દુર રહેવા માર્ગ દર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે સાધના સ્કુલ ના આચાર્ય ભદ્રેશ લિંમ્બચયા તેમજ શિક્ષકો અને વિધાર્થીઓ મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
Advertisement