પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના બે અલગ અલગ તાલુકામાં અકસ્માતની ઘટના ગત રાત્રીના સમયે બનું હતી જેમાં બે વ્યક્તિ ના મોત તેમજ અન્ય બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માત ની પ્રથમ ઘટના ની વાત કર્યે તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક આવેલ બોરોસીલ કંપની નજીક બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ૧ વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ થયો હતો.જે બાબતે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી..
તો અકસ્માત ની અન્ય એક ઘટના આમોદ ના તણછા ગામ નજીક બની હતી.જેમાં ડિશ બ્રેક મારતા બાઇક પર થી પટકાયેલ એક ઇસમનું મોત થયું હતું તેમજ અન્ય એક ઈસમ ઘાયલ થયો હતો.મામલા અંગે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી..
Advertisement