આમોદ તાલુકાના આસનેરા ગામે ગતરોજ રાત્રીના સમયે અજાણ્યા હાઇવા ચાલકે ગામના પીક અપ સ્ટેન્ડમાં પોતાનું હાઇવા ઘૂસાડી દેતા પીક અપ સ્ટેન્ડનું નામોનિશાન મિટાવી દીધું હતું. જોકે રાત્રીના સમયે કોઈ મુસાફર ના હોવાથી જાનહાની ટળી હતી. આમોદ પોલીસે ગામના મહિલા સરપંચની ફરિયાદને આધારે અજાણ્યા હાઇવા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આસનેરા ગામે ગતરોજ રાત્રીના સમયે અજાણ્યા હાઇવા ચાલકે પોતાના કાબજામાનું હાઇવા ગફલાતભરી અને પુરઝડપે હંકારી લાવી આસનેરા ગામના પીક અપ સ્ટેન્ડમાં ઘૂસાડી દેતા પીક અપ સ્ટેન્ડનું ધ્વસ્ત થઈ ગયું હતું અને જાણે તેનું નામોનિશાન ભૂંસાઈ ગયું હતું.
જોકે રાત્રીના સમયે બનાવ બન્યો હોવાથી મોટી જાનહાની ટળી હતી. તેમજ બસ સ્ટેન્ડમાં હાઇવા ઘુસાડ્યા બાદ ચાલક પણ ફરાર થઈ ગયો હતો. જેથી આસનેરા ગામના મહિલા સરપંચ હિમાબેન રણજીતસિંહ રાજે પોતાના ગામની સરકારી ઇમારતને નુકશાન કરવા બદલ હાઇવા ચાલક વિરૂદ્ધ આમોદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હાઇવા ચાલક સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.