ભરૂચ શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ અલભ્ય કાચબાઓના કારણે ખ્યાતિ મેળવેલ તળાવ છે.તળાવમાં અસંખ્ય કાચબાઓ વસવાટ કરે છે.પરંતુ તળાવમાં થતી ગંદકી અને સ્વચ્છતા ના અભાવના કારણે અવાર નવાર તળાવમાં અલભ્ય કચબાઓ મૃત્યુ પામતા હોય છે.
Advertisement
આજરોજ રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને કાચબાની અંતિમ યાત્રા કાઢી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાંચબત્તી સર્કલ નજીક વિરોધ પ્રદશન કર્યું હતું…