Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-ત્રણ કોલેજોમાં છ વર્ષ બાદ જામ્યો ચૂંટણી જંગ-વિદ્યાર્થી સંગઠનો વચ્ચે જામ્યો ખરાખરી નો જંગ-હજારો વિદ્યાર્થીઓએ કર્યું મતદાન જાણો વધુ

Share

છ વર્ષ બાદ ભરૂચ ની ત્રણ કોલેજોમાં આજે વિદ્યાર્થી સંઘ ની ચૂંટણી યોજાઈ હતી.સવાર થી શાંતિપૂર્ણ માહોલ માં હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ચૂંટણીમાં ભાગ લઇ મતદાન કર્યું હતું.જેમાં ABVP-NSUI અને અપક્ષ પેનલ ના ઉમેદવારો વચ્ચે ખરાખરી નો જંગ જામ્યો હતો.

Advertisement

જ્યેન્દ્ર પુરી આર્ટસ એન્ડ સાયન્સ-મહામંડલેશ્વર કૃષ્ણાનંદજી કોમર્સ તેમજ નર્મદા કોલેજ ખાતે ચૂંટણી નો માહોલ જામ્યો હતો.જેમાં પ્રથમ એમ.કે કોલેજ નું પરિણામ સામે આવ્યું હતું..જેમાં ABVP ઉમેદવાર સ્નેહાલી ગોહિલ ૩૨ માંથી ૨૪ મત સાથે વિજેતા થતા ABVP માં ખુશીનો માહોલ છવાયો હતો.અને ડી.જે ના તાલે ભારે આતશબાજી વચ્ચે જીત ની ઉજવણી કરી હતી.

તો બીજી તરફ NSUI ના ઉમેદવાર સુપડા સાફ થયા હતા જેમાં ઉમેદવાર ફરહીન બાનુ ભાયજી ને માત્ર ૮ મત મળતા તેનો પરાજય થયો હતો.MK.કોલેજના પરિણામ બાદ જે.પી.કોલેજ અને નર્મદા કોલેજમાં મતદાન શરૂ થયું હતું જે હાલમાં ચાલી રહ્યું છે.તેનું પરિણામ સાંજ સુધી સામે આવશે જેમાં કયા વિદ્યાર્થી સંગઠને બાજી મારી તે બાબત સ્પષ્ટ થઇ શકે છે..લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ કોલેજો માં જામેલા ચૂંટણી જંગ ઉપર સૌ કોઈની નજર સવાર થી મંદરાયેલી હતી…..


Share

Related posts

કન્યાકુમારીથી કાશ્મીર સુધી સાઇકલ યાત્રાએ નીકળેલ કેરલાનાં યુવાનનું રાજપીપળામાં આગમન.

ProudOfGujarat

ઝંઘાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી…

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રજા મિટિંગનો અનોખો નવતર પ્રયોગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!