Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જી આઈ ડી સી વિસ્તાર માં આજ રોજ સવાર ના સમયે એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો થતા યુવક ને લોહીલુહાણ ગંભીર હાલત માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Share

ભરૂચ ના સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં ગુનેગારો ને જાણે કે કાયદા નો ખોફ રહ્યો ન હોય તેમ એક પછી એક ચર્ચાસ્પદ ઘટના ઓ શહેર માં છેલ્લા કેટલાક વખત થી ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે..અને પોલીસ તંત્ર ના કાયદા અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો આ પ્રકાર ની ઘટનાઓ ઉભા કરતી હોય તેમ ચર્ચાસ્પદ બને છે ………….
સૂત્રો પાસે થી જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ ના જી આઈ ડી સી વિસ્તાર માં ભાવેશ ભાઈ મગન ભાઈ પટેલ ઉ.વ ૩૦ રહે વચનાવૃત બંગ્લોઝ જાડેશ્વર નાઓ કોઈ કામ અર્થે ગયા હતા તે સમયગાળા દરમિયાન કમલેશ ભાઈ પ્રજાપતિ નામ ના શખ્સે ભાવેશ ભાઈ ઉપર અગાઉ ની રિષ રાખી ચપ્પુ વડે પેટ ના ભાગે હુમલો કરતા ભાવેશ ભાઈ ને લોહી લુહાણ હાલત માં પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે લાવવા માં આવ્યા હતા …જ્યાં થી તેઓ ને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં લઇ જવાયા હતા …………
સવાર ના સમયે ભરૂચ જી આઈ ડી સી વિસ્તાર માં ચપ્પુ વડે યુવક ઉપર હુમલો થતા વિસ્તાર માં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો …જયારે સમગ્ર બનાવ અંગે વધુ માં જાણવા મળ્યા મુજબ અગાઉ મકાન ખાલી કરાવવા ની રીશ રાખી સમગ્ર હુમલા ને અંજામ અપાયો હોય તે ચર્ચા હાલ આ ઘટના ક્રમ બાદ થી ચર્ચાઈ રહી છે……..
હાલ તો સમગ્ર મામલે ઇજાગ્રસ્ત ભાવેશ ભાઈ ના પરીવાર જનોએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથધરી હતી ..

Share

Related posts

ધોધંબાના ચેલાવાડાના ડુંગરોનો નયનરમ્ય નજારો માણવા હાલમાં પણ આવે છે અનેક સહેલાણીઓ.

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને માસ્ક અને ફ્રૂટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી.એ ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ નાકાથી રોકડ રૂપિયાની ચોરી કરનાર ટોલનાકા કર્મચારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!