ભરૂચની રાજીવ આવાસ યોજનાના 14 મકાનોને સિલ કરવા બેન્ક અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોચતા વિવાદ થયો હતો.છેલ્લા ૧ વર્ષ થી આવાસના હપ્તા ન ભરતા હોવાના કારણે ઇન્ડિયા હોમ લોન નવરંગપુરા અમદાવાદ ના બેન્ક અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.બેંક ની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.અને તંત્ર સામે આક્ષેપો કર્યા હતા કે તેઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના કારણે તેઓ મકાન ના હપ્તા ભરતા નથી.આવાસ ના મકાનો સીલ કરતા કાર્યવાહી દરમિયાન હોબાળો મચાવ્યો હતો.
આવાસ ના રહવાસીઓએ જણાવ્યું હતું કે તેઓના મકાનોમાં પાણી લીકેજ ની ઘટના બને છે.અને પીવાના પાણીનો પણ વિકટ પ્રશ્ન છે.તંત્ર માં અવાર નવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓની સમસ્યાઓ દૂર થતી નથી.ઉલ્લેખનીય છે કે રાજીવ આવાસ યોજનાના મકાનો ૨ વર્ષ પહેલાજ નિર્માણ થયા છે.જેમાં ૯૭ મકાનોના ૯૦% લાભાર્થીઓ માત્ર 1100 રૂપિયાનો હપ્તા ન ભરતા હોવાનો વિવાદ સામે આવી રહ્યો છે…
ભરૂચ-હપ્તો ન ભરવામાં આવતા એક સાથે ૧૪ મકાનો ને સીલ મરાયા-સ્થાનિકો કેમ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો-જાણો ક્યાં બની ઘટના…..
Advertisement