હારૂણ પટેલ
ભરૂચ નગરના એક પ્રવેશદ્વાર સમાન શિતલ વિસ્તારમાં ભરૂચ નગરની રોનક વધારવા માટે સર્કલ ઉભું કરવામાં આવ્યું હતું. વર્ષોથી આ સર્કલ શિતલ સર્કલ નામથીપ્રસિધ્ધિ ધરાવતું હતું. વિવિધ શોપિંગ સેન્ટર વચ્ચે આ સર્કલ આર્કષણ રૂપ હતું. જેના બનાવા અંગે અને તેની દેખ રેખ રાખવા એક કંપનીએ જવાબદારી લીધી હતી. વખતો-વખત વાર-તહેવારે આ સર્કલ પર લાઈટીંગ અને અન્ય ડેકોરેશન કરવામાં આવતું હતું. હવે આ સર્કલ નવા બ્રીજના બાંધકામ અંગે તોડી નખાતા હાલ આ જગ્યા સુમસાન જણાઈ રહી છે. સર્કલ ની માત્ર હવે યાદો રહી છે.
Advertisement