આગામી દિવસોમાં ઉતરાયણ નો પર્વ એટલેકે પંતગનો પર્વ હોય પંશુ પંખીઓને પતંગના દોરાના પગલે કોઇ ઇજા ન થાય કે મોત ન પામે તે માટે કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે જેનું મુળ સુત્ર આપણી અંદરની માનવતા જણાવીએ પક્ષીઓ ઘાયલ ન થાય તે રીતે ઉતરાયણ ઉજવીએ.આ અંગે કરૂણા અભિયાન હેઠળ ખાસ અભિયાન કરવામાં આવેલ છે.જેમા અપીલ કરવામાં આવેલ છે કે કોઇ પણ પક્ષી ઇજા થઇને પડે તો તેને કાણા વાળા પુઠ્ઠાના બોક્ષમાં કે બાસ્કેટમાં રાખીને સંસ્થા દ્વારા ઉભા કરાયેલા કેમ્પના સ્થળે પહોચાડવા વિનંતી કરાઇ છે.આવા કેમ્પો ફોરેસ્ટ ઓફિસ ભરૂચ લલ્લુભાઇ ચકલા તેમજ તુલસીધામ,શ્રવણ ચોકડી,કસક સર્કલ,સંભુડેરી પાસે અને ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામ ખાતે ઉભા કરવામાં આવનાર છે.આ કેમ્પોની શરૂઆત તા.-૧૦/૦૧/૨૦૧૯ ના રોજથી થશે.વધુ માહિતી મેળવવા માટે વાઇલ્ડ લાઇફ વોર્ડન આશિષ શર્મા અને મીરા કન્સલ્ટન્સી હેલ્પ લાઇન ભરૂચના રવિ નાયક નો સંપર્ક સાધવા જણાવાયુ છે તેમજ કામધેનુ ગૌરક્ષા સમિતીના નિલેશ ઠક્કરનો સંપર્ક સાધવા જણાવાયું છે…