આઇ.એમ.એ. ભરૂચ શાખાના પ્રમુખ ડો.પ્રશાંત વસાવા તેમજ મંત્રી ડો.નિરમલ ચૌધરીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા એન.એમ.વી. બીલ પ્રજા વિરોધી અને લોકશાહી વિરોધી હોવાથી તમામ તબીબ જગતને આ બીલ સ્વીકાર્ય નથી.કાયદેસરની ટુંકી પ્રક્રિયા દરમ્યાન અધિનિયમ દ્વારા એમ.વી.આઇ.નું વિસર્જન લોકશાહી વિરૂધ્ધનું પગલુ છે.એમ.વી.આઇ. લોકશાહી ઢબે ચાલતુ તબીબોનું સંગઠન છે જેનો વહીવટ અન્યને સોપવો એ બંધારણ પર હુમલા સમાન છે.આ અંગે નું આઇ.એમ.વી.બીલ (સુધારક) ૨૦૧૧ ને ૩૧ ડિસેમ્બર ૨૦૧૧ ના રોજ લોકસભામાં પાસ કરવામાં આવ્યુ છે.ગ્રાહક સુરક્ષા ધારાને રદ કરીને એના સ્થાને ગ્રાહક સુરક્ષા બીલ ૨૦૧૮ ને ૨૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ પ્રસાર કરાયું. આ બીલ અંતર્ગત જીલ્લા ફોરમના અધિકાર ક્ષેત્રને રૂ|.૧૦ લાખ થી વધારીને રૂ|.૧ કરોડ સુધી, રાજ્ય ફોરમના રૂ|.૧ કરોડ થી વધારીને રૂ|.૧૦ કરોડ અને રષ્ટ્રીય ફોરમના રૂ|.૧૦ કરોડને વધારી તેનાથી વધારે કરવામાં આવ્યા છે તેના દ્વારા તબીબી વ્યવસાયને પણ સીધી અસર થઇ રહી છે જેથી તબીબોએ તા.-૦૪/૦૧/૨૦૧૮ ના રોજ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે….
ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ભરૂચ શાખા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો…..
Advertisement