Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

મઢુલી નજીકથી બાતમીના આધારે કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો……

Share

કાર સહિત બે લાખ વીસ હજાર નો મુદ્દામાલ જપ્ત…….

એક આરોપી ઝડપાયો…. બે વોન્ટેડ…….

Advertisement

૩૧મી ડિસેમ્બરની રાત્રીએ દારૂની બંદી નાથવા માટે પોલીસ તંત્રએ જુદી-જુદી ટીમ બનાવી દારૂબંધીના કાયદાનો અમલ કરવા અભિયાન ચલાવ્યુ હતુ,ત્યારે મઢુલી સર્કલ પાસેથી વિદેશી દારૂ લઇ જતી એક કાર ઝડપાય હતી.આ અંગે એક આરોપીની અટક કરવામાં આવી છે જ્યારે બે આરોપીઓ વોન્ટેડ હોવાનુ પોલીસ સુત્રોએ જણાવ્યુ હતુ.આ બનાવ અંગે વિગતે જોતા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. કે.જે.ધડુક અને પી.એસ.આઇ.એ.એસ.ચૌહાણે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યુ હતુ જે દરમ્યાન એક ભુરા રંગની બાતમી મુજબની રીટ્ઝ મોટરકાર જણાતા કાર નં-એમ.એચ.-૦૧ બી.ટી.-૮૫૪૩ ની તપાસ કરતા તેમાથી વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નં-૪૦ કિંમત રૂ|.૨૦,૦૦૦ ગાડીમાં જુદા જુદા સ્થળેથી મળી આવી હતી.પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ૨ લાખની કિંમતની કાર જપ્ત કરી હતી.આ બનાવ અંગે આરોપી ભવરસિંહ હેમંતસિંહ ચૌહાણ રહે-વિડીયોકોન કંપની સામે મુળ રહે.-લખન ટી સેંટર,ફાયર બ્રિગેડ સામે સેલવાસની અટક કરી હતી.જ્યારે બે વોન્ટેડ અરોપીઓમાં (૧) અતુલ મગન મિસ્ત્રી રહે.-ગણેશકુંજ સોસાયટી,ભરૂચ અને (૨) અબ્દુલ સમહ પગરકર રહે.‌-સેલવાસની પોલીસ તપાસ કરી રહી છે….


Share

Related posts

માંગરોળના કોસાડી ગામે પોલીસે રેડ કરી 480 કિલો ગૌમાંસ અને ગાય વાછરડો કબજે લીધા.

ProudOfGujarat

ભરૂચ-અંભેટાની ગુજરાત ફ્લોરા કેમિકલ્સ કંપની સાથે કર્મીઓના પ્રતિક ઉપવાસ…

ProudOfGujarat

ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!