કુલ રૂ|.૧,૪૨,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત…. બે આરોપી ઝડપાયા…. ચાલક ફરાર…..
ભરૂચ જીલ્લા માથી પ્રસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ હોટલ દર્શન પાસેથી કારમાં વહન થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અંક્લેશ્વર રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો.આ બનાવ અંગે વિગતે જોતા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને પ્રાપ્ત થયેલ બાતમીના આધારે વોચ ગોઠવતા બાતમી મુજબની ટાટા ઇન્ડીકા કાર પસાર થતા તેની તપાસ કરતા કાર માંથી ૨૩૯ નંગ બોટલ મળી આવી હતી.પોલીસે મોબાઇલ નંગ-૨ અને ટાટા ઇન્ડીકા કાર મળી કુલ રૂ|.૧,૪૨,૭૦૦ ની મત્તા જપ્ત કરી હતી.આ બનાવ અંગે આરોપી (૧) શૈલેશ બાબુભાઇ રાઠોડ રહે. નવાદિવા (૨) સંજય રાજુભાઇ વસાવા રહે. બોરભાઠા,કૈલાસ ટેકરી અને વાહન ચાલક ફરાર આરોપી નામે (૩) સિરાજ ઉર્ફે સિવો વિનુ વસાવા સામે પોલીસે ગુનો દાખલ કરેલ છે…
Advertisement