સમગ્ર જિલ્લા માંથી ૭૦૦૦ કરતા વધુ વિધવાઓ સ્વમ્ભુ ઉમટી પડી …..
સંમેલનમાં ૫ ઠરાવો કરાયા
………………………….
ભરૂચ નગરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભરૂચ જિલ્લા હિતવર્ધક સમિતિ દ્વારા જંગી વિધવા સમલેનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લ્માંથી ૭૦૦૦ કરતા વધુ વિધવા બેનો ઉપસ્થિત રહી હતી સંમેલનમાં પૂર્વ ઉપકુલપતિ અસ્વિન કાપડિયાએ જણાવ્યુકે જ્યાં નારી દુઃખી હોય મહિલાના આંખમાં આંસુ હોય તે દેશ સુખી રહી શકે નહીં તેથી વિધવાઓની માંગણી સ્વીકારવી જોઈએ જયારે પૂર્વ મઁત્રી ખુમાણસિંહેએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં ૧૦૦૦૦૦ કરતા વધુ વિધવા બેનો છે દરેકની કરુંણ કહાની છે જે બાબતે તેમણે ઉદાહરણો આપ્યા હતા તેમણે એમ પણ જણાવ્યુકે સરકારની ફરજ છે કે લોકોના દુઃખ દૂર કરે વિધવાબેન બે ટક રોટલામાટે ફાંફા મારે તે કેવી રીતે સહન થાય વિધવા સહાય યોજનાને વ્યવહારુ બનાવવા તેની અવરોધમાં આવતા કાયદા દૂર કરવા જોઈએ હાલમાં જે વિધવાનું મકાન કે જમીન હોય કે ૧૮ વર્ષથી મોટો દીકરો હોય કે વધુ આવક હોય કે આજીવિકાની તાલીમ લીધી હોય કે પતિ ના અવસાનને બે વર્ષ વીતી ગયા હોય અને યોજનાનું ફોર્મ ન ભર્યું હોય તેમને પેન્સન મળતું નથી આ તેમાં નિયમો દૂર કરવા જોઈએ તમામ વિધવાઓને લઘુત્તમ રૂ ૩૦૦૦ અને બાળક દીઠ રૂ ૫૦૦ પેન્સન મળવું જોઈએ આ માંગણીઓ અંગે ઠરાવો કરાયા હતા
ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિરાટ વિધવા સંમેલન યોજાયું ….
Advertisement