ભરૂચ નગરમાં નગર પાલીકાના આવેદન વગરના કામોના પગલે લોકો ત્રાહિમામ…..
ભરૂચ નગરના ધોળીકુઇ વિસ્તારમાં નગર પાલીકાના અણગઢ વહીવટ અને આવેદન વગરના કામોના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.નગર પાલીકા તંત્ર દ્વારા વાહલા-દવલાની રીતી-નીતી રાખીને કોન્ટ્રાક્ટના કામ આપતા હોવાને પગલે કોન્ટ્રાક્ટરો કોના બાપની દિવાળી એવુ સમજી અને તંત્રનો બની બેઠેલો જમાઇ તરીકે વિવિધ કામો કરી રહ્યા છે જેમ કે ધોળીકુઇના સાંકળા રસ્તાની વચ્ચે ગટર ખોદવાના પગલે મોટર સાયકલ સવાર મોટર સાયકલ સાથે ખાડામાં ખાબક્યો હતો.પરિણામે મળતી માહિતી મુજબ મોટર સાયકલ સવારને ઇજાઓ પણ પહોચી હતી.ધોળીકુઇના રહિશો ના જણાવ્યા મુજબ ઘણા દિવસો અગાઉ આ ખાડાઓ ખોદવામાં આવ્યા હતા.નગરપાલીકા તંત્ર ખાડા પુરવાની તસ્દી નગરપાલીકા તંત્ર દ્વારા લેવાય ન હતી જેના પગલે વિવિધ સમસ્યાનો સામનો આ વિસ્તારમાં રહેતા રહીશો અને વાહન ચાલકો કરી રહ્યા છે.આ મોટર સાયકલ ઉપરાંત ઘણા અન્ય વાહનો આ ખાડાઓના પગલે આ વિસ્તારમાં આવી શકતા નથી જેથી દુધ અને અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ માટે લોકોએ વલખા મારવા પડે છે.જેથી આ વિસ્તારના રહિશોને તમામ પ્રકાર ની તકલિફો પડી રહી છે…..