Proud of Gujarat
GujaratFeaturedINDIA

એમ.ઇ.ટી.સ્કુલ દ્વારા અન્નદાન અભિયાન હેઠળ અન્ન ભેગુ કરાયુ…..

Share

વિવિધ સેવાભાવી સંસ્થાઓને અન્નદાન કરાશે…….

Advertisement

ભરૂચની એમ.ઇ.ટી. શાળા દ્વારા અનોખુ અભિયાન હાથ ધરાયુ હતુ.જેમાં વિધ્યાર્થીઓના વાલીઓને તા.૧૮/૧૨ થી તા.૨૨/૧૨ દરમિયાન અન્નદાન કરવા અપીલ કરાઇ હતી.અન્નદાનમાં ઘંઉ,ચોખા અને તુવેર દાળનું દાન કરવા પત્ર લખી અપીલ કરવામાં આવી હતી.જેના પ્રતિસાદ રૂપે વાલીઓ અને શિક્ષકોના સહકારથી ૩૫૦૦ કિ.ગ્રા. ઘંઉ, ૨૦૦૦ કિ.ગ્રા. ચોખા અને ૯૦૦ કિ.ગ્રા. તુવેર ની દાળ એકત્રીત થઇ હતી.અગાઉથી નક્કી થયા મુજબ આ અન્નનું દાન સીવીલ હોસ્પિટલ ના દર્દીઓને સવાર સાંજ મફત ભોજન પુરુ પાડતી સેવાયજ્ઞ સમિતી અને રક્તપિતના દર્દીઓની સારવાર અને પુનઃ સ્થાપન નું કાર્ય કરતી સેવાતીર્થ સંસ્થા,તરસાલી ને અર્પણ કરાયુ હતુ.આ બન્ને સંસ્થાના પ્રતિનીધીઓ ઉપસ્થિતરહ્યા હતા અને ભરૂચ જીલ્લા શિક્ષણ અધિકારી નવનિત મહેતાની વિશેષ ઉપસ્થિતીમાં એકત્રીત અન્ન બન્ને સંસ્થાઓને આપવામાં આવ્યુ હતુ…..

 


Share

Related posts

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

ProudOfGujarat

ભરૂચના કોર્ટ રોડ પર આવેલ નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે એક રૂમમાંથી વૃદ્ધનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો હતો…

ProudOfGujarat

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે રમતોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!