ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડસમાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાની રાહબરી હેઠળ ભરૂચ “એલ.સી.બી”., “એસ.ઓ.જી”., પેરોલ સ્કોર્ડ તેમજ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ કુકરવાડા ગામના રહીશ ઉમેશ ભગુભાઇ પટેલના ફાર્મહાઉસમાં ભરૂચ જીલા નો લિસ્ટેડ બુટલેગર નિલેશ વિનોદભાઇ મિસ્ત્રીના પુત્ર દિપ મિસ્ત્રીના બર્થ ડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માંણતા ઇસમો પર રેઇડ કરી કુલ ૪૫ આરોપીઓ સાથે રૂપિયા-૧૧,૨૬,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથા ધરેલ છે ફાર્મહાઉસો પર અને અન્ય જગ્યાઓ પર પાર્ટીઓ યોજાય છે ત્યારે પોલીસે આવી પાર્ટીઓ તરફ લાલ આંખ કરી છે.આ રેઇડમાં પકડાયેલ મુદ્દામાલની વિગત જોતા રોયલ સ્ટેગની બોટલ નં-૫,પ્રિમીયમ બિયર ટીન નં-૧૧, તેમજ પકડાયેલા ઇસમોના ૨૯ મોબાઇલ અને ૧૭ મોટર સાયકલ મળી કુલ ૧૮ વાહનો તેમજ અન્ય સાધનો મળી કુલ રૂપિયા-૧૧,૨૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કામગીરી હાથધરી છે.કામગીરી કરનાર ટીમોમાં “એસ.ઓ.જી.” ના પી.આઇ. પી.એન.પટેલ, “એલ.સી.બી.”ના ઇંચા.પી.આઇ. કી.જે.ધડુક, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.રબારી, વાય.જી.ગઢવી, એ.એસ.ચૌહાણ, એ.એમ.ચૌધરી, તેમજ તાલુકા પોલીસ સ્ટેશન ના ઇંચા.પી.આઇ. બી.જી.વાઘેલાનો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓમાં (૧) ઉમેશ પટેલ, રહે.કુકરવાડા (૨) નિલેશ મિસ્ત્રી, રહે.પુષ્પધન સોસાયટી (૩) દિપ મિસ્ત્રી, રહે. પુષ્પધન સોસાયટી (૪) તુષાર મિસ્ત્રી, રહે.વેજલપુર (૫) સુનિલ પટેલ, રહે.કુકરવાડા (૬) ચિરાગ સુરતી,રહે.વેજલપુર વગેરે નો સમાવેશ થાય છે …
કુકરવાડામાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ માંણતા ૪૫ યુવાનો ઝડપાયા …
Advertisement