આવનાર તા.-૩૦ મી રવિવારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં સમગ્ર જીલ્લા માથી વિધવાઓ ઉમટી પડશે.અને વિધવા સંમેલનમાં હાલમાં અપાતા વિધવા સહાય પેન્શનની ખામીઓ દુર કરવા ઠરાવો કરશે.આ અંગે આજ રોજ પત્રકાર પરિષદમાં પુર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયાએ જણાવ્યુ હતુ કે સમગ્ર જીલ્લામાં ૧ લખ કરતા વધુ વિધવાઓ જણાય છે જે પૈકી માત્ર ૪૨૦૦ વિધવાઓને વિધવા સહાય પેન્શન મળતુ નથી.આ યોજનામાં ખામી હોવાના પગલે આ પરિસ્થિતીનુ સર્જન થયુ છે.હાલમાં આ યોજનામાં જે વિધવા બહેન પાસે જમીન કે મકાન હોય તો તેનેઆ લાભ મળતો નથી જે મળવો જોઇએ.આ ઉપરાંત વિધવા બહેનને ૧૮ વર્ષથી મોટી ઉંમરનો દિકરો હોય તો તેને આ લાભ મળતો નથી જે મળવો જોઇએ.શહેર અને ગામડાની વિધવા બહેનને આવકની મર્યાદા નડે છે જે નડવી ના જોઇએ.આજીવિકાની તાલીમ લીધી હોય તેમને પેન્શનનો લાભ મળતો નથી જે મળવો જોઇએ.વિધવા થયેલ બહેનને બે વર્ષની અંદર આ યોજનાનું ફોર્મ ભરવાનું હોય છે ત્યાર પછી તેમને આ યોજનાનો લાભ મળતો નથી જે મળવો જોઇએ.હાલમાં આ પેન્શનની રકમ માત્ર ૧૦૦૦ રૂપિયા છે તે વધારી ને ત્રણ હજાર અને બાળક દિઠ રૂપિયા ૫૦૦૦ નું પેન્શન મળવુ જોઇએ. આ તમામ ઠરાવો હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત મોટી સંખ્યામાં વિધવાઓ કરશે અને તેને સમર્થન પણ વિધવાઓ જ આપશે.એમ પુર્વમંત્રી ખુમાનસિંહ વાસિંયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ…….