રતન તળાવના કાચબા તાંત્રીક વીધી માટે ઉત્તમ હોવાની માન્યતા
કાચબા તસ્કરીની તપાસ કીમ સુધી પહોંચી
કાચબાની તસ્કરીનો બનાવ હાલ ભરૂચ જિલ્લામા ચોરેને ચવતે ચર્ચાઈ રહ્યો છે. પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે કાચબાની તસ્કરી માટે એક આરોપી ઝડપાયો છે. જેને લઈ વન ખાતા ના અમલદારો સુરત જિલ્લાના કિમ વિસ્તારમા તપાસ અર્થે લઈ ગયા છે. હાલ આ તપાસ અત્યંત ગુપ્ત રાહે કરવામાં આવી રહી છે. પરંતુ કાચબાની તસ્કરી શેના માટે…??? તે અંગે ખુબ રસપ્રદ વિગત જાણવા મળેલ છે એમ કહેવાય છે કે કાચબાનો ઉપયોગ તાંત્રીક વિધી માટે પણ કરવામાં આવતો હોય છે એમ મનાય છે કે આવી વીધી કરાવાથી ખુબ ધન લાભ થાય છે. આના માટે રતન તળાવના કાચબા કદમાં મોટા હોવાના પગલે તેણી તાંત્રીક વીધી માટે ખુબ મોટી માંગ છે કાચબાની તસ્કરી કરનારા એકાંતમા તળાવ પાસે ઉભા રહી ખાધય સામગ્રી તળાવમા નાખતા કાચબાઓ ખેંચાઈ આવે છે તે નજીક આવતા તેણે પકડી લેવામાં આવે છે અને ઉંધો કરતા કાચબાના પગ તેમજ મોં તેમજ અન્ય અંગો કાચબો પોતે સંકોરી લે છે તેથી તળવાની તાકત ગુમાવી બેસે છે અને તસ્કરો તેણે લઈ જઈ શકે છે. અલબત્ત આ તમામ બાબતો લોક ચર્ચાઓ પરથી જાણી શકાય છે. વન ખાતાની તપાસ દરમ્યાન વિગતો બહાર આવે તેવી સંભાવના છે.