એકતરફ દરગાહ અને બીજી તરફ મંદિર વચ્ચે ભરાતો મેળો કોમી એકતાનુ પ્રતિક…… જાણો ક્યા…
ભરૂચના ભીડભંજન વિસ્તારમા કોઠીયા પાપડીના મેળાનુ આયોજન આપ મેળે થાય છે. આ એક એવો મેળો છે કે જે અંગે તંત્ર દ્રારા કોઈ આગોતરા કે અન્ય વ્યવસ્થા, આગોતરા વટ હુકમ કરવામા આવતી નથી.
ટ્રાફિક નિયંત્રણ અંગે પણ કોઈ ફરમાનો જાહેર કરવામા આવતા નથી તેમ છતા આપ મેળે આ મેળો વિના વિઘ્ને યોજાય છે. કોઠા પાપડીના મેળામા કોઠા યુધ્ધ ખુબ પ્રચલિત છે. આ કોઠા યુધ્ધ ખુબ પ્રચલિત છે. આ કોઠા યુધ્ધ અને તેથી કોઠા પાપડીનો મેળો સયકાઓનો ઈતિહાસ ધરાવે છે. કોઠા યુધ્ધની રમત હોવા છતા આ મેળા દરમ્યાન કોઈ ઝગડા કે અન્ય બનાવ બન્યા નથી તે આ મેળાની આગવી ખાસિયત અને ગરીમા કહિ શકાય, હજરત નવાબ સુલ્તાન ( બુરહાનુદિન.ર.હ) ની દરગાહ તેમજ હનુમાનજીના મંદિર વચ્ચે ભીડભંજન ની જગ્યામા ગુરૂવારના દિવસે કોઠા-પાપડીનો મેળો યોજાય છે જેમા લોકો મંદિરે દર્શન કરે છે. ત્યાં પવિત્ર ભાવના સાથે દરગાહમાં પણ માથુ ટેકવે છે. આવી કોમી એકતાના પ્રતિક એવા સ્થાનકને હેરીટેજ વોકમા સ્થાન અપાયુ નથી તે બાબત લોકચર્ચાનો વિષય છે બનેલ છે. તંત્ર દ્રારા મેળાની જગ્યાને વિવિધ પ્રકારે સજાવટ કરાય તો સમાજને વધુ કોમી એકતાની પ્રેરણા પ્રાપ્ત થાય એમ લાગી રહ્યુ છે.