Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શોપિંગ માં ટ્રકની ડીઝલ ટેન્કનું વેલ્ડીંગનું કામકાજ કરી રહ્યા હતા ત્યારે ડીઝલ ટેન્ક ફાટતાં ૪ લોકો ગંભીર રીતે દાજતાં તેવોને સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

Share

 

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના નંદેલાવ ચોકડી પાસે આવેલ એ.બી.સી કોમ્પ્લેક્ષ પાસે વેલ્ડીંગ વર્ક્સમાં ટ્રકની ડીઝલ ટેન્કની ટાંકી ધોઈ તેનું વેલ્ડીંગ કામ કરી રહેલ હતાં તે દરમ્યાન અંદર ના ભાગમાં રહી ગયેલ સામાન્ય ગેસમાં સ્પાર્ક થતાં અચાનક ડીઝલ ટેન્ક ફાટતાં ત્યાં વેલ્ડીંગનું કામ કરી રહેલ સલીમ ફરીદ શેખ, ગફુર,વિજય સિંધા,અને મયુર નામના ઈસમો ગંભીર રીતે દાજ્યા હતાં તેવોને તાત્કાલિક સારવાર અર્થે ઇમરજન્સી સેવા ૧૦૮ દ્રારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

Advertisement

બનાવ અંગેની જાણ વાયુ વેગે પ્રસરી જતાં લોકોના લોક તોડા ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતાં.


Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યએ તરસાલી ગામે આગના બનાવનો ભોગ બનેલા પીડિત પરિવારની મુલાકાત લીધી

ProudOfGujarat

રાજપીપલામાં લીમડાચોક ખાતે દશામાંની પ્રતિમા ખરીદવા માટે ભીડ જામી.

ProudOfGujarat

પેટ્રોલનો ભાવ રૂ.40 ન થાય ત્યાં સુધી સાઇકલ ચલાવીશ: રાજકોટના ભાજપના આગેવાનની પ્રતિજ્ઞા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!