Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરના લિંક રોડ પર આવેલ મેડિકલની દુકાન સીલ કરાઇ…..

Share

બૌડા દ્વારા કરાયેલ કામગીરી….

બિલ્ડર લોબીમાં ફફળાટ……

Advertisement

ભરૂચ નગર વિસ્તાર મા ઠેર ઠેર થયેલ બિનકાયદેસર બાંધકામ અને હેતુ બદલીને મિલકતનો ઉપયોગ કરતા બૌડાએ એટલે કે ભરૂચ અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે..

ન્યુ આનંદનગરમાં કરવામાં આવેલ કડક કાર્યવાહી બાદ બૌડા દ્વારા લિંક રોડ પર આજ રોજ મિલકત સિલ કરવામાં આવી હતી. આ અંગે વિગતવાર જોતા તા‌-૧૩/૧૧/૨૦૧૮ ના રોજ બૌડા દ્વારા બિલ્ડર નવિન પરમારને નોટીસ આપવામાં આવી હતી  જેમા જણાવ્યુ હતુ કે લિંક રોડ પર આવેલ શુભમ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડના લ્પોટ નં-૬૨ માં રહેણાક હેતુનાં બાંધકામની પરમિશન આપવામાં આવી હતી તેના સ્થાને ધનલક્ષ્મી મેડિકલ સ્ટોર છે જે અંગે મનહર પરમારે બૌડાને અરજી કરી હતી.તેના અનુસંધાને “મા”આલય બિલ્ડિંગ નીચે ભોયતળીયે સ્થિત મેડિકલ ની દુકાનને સીલ કરવામાં આવી હતી આ અગાઉ પણ ન્યુ આનંદનગર ખાતેના મંજુરી વગરનાં બાંધકામ સીલ કરવામાં આવ્યા હતા જેના પગલે બિલ્ડરોમાં ફફળાટ વ્યાપી ગયો છે..


Share

Related posts

અંકલેશ્વર જી ઈ બી ની ડીપી માં લાગી આગ…

ProudOfGujarat

નાગરિકોને સહાય કરવાના હેતુથી ગુજરાત આત્મનિર્ભર અંતર્ગત પ્રોપર્ટી ટેક્ષમાં માફી : ભરૂચ નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચ : 20 રૂપિયા ટોલ ટેકસ બચાવવા વાહન ચાલકો બ્રિજમાં ટ્રાફિક જામ કરી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!