અગાઉ પણ આ અંગે રજુઆત કરવામાં આવી હતી….
Advertisement
ભરૂચ નગરમાં નગરપાલીકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ડોળુ અને બિનઆરોગ્યપ્રદ પાણી આપવામાં આવે છે તેવી વિપક્ષ દ્વારા ધારદાર રજુઆત કરવામાં આવી હતી.તેમ છતા નગરપાલીકા ના તંત્ર દ્વારા કોઇ અસરકારક પગલા ભરવામાં ન આવતા હજી પણ ડોળા પાણીની સમસ્યા યથાવત રહી છે ખાસ કરીને ભરૂચ નગર ના પચ્છિમ વિસ્તારમાં ડોળા પાણીની સમસ્યા વધુ જણાઇ રહી છે ત્યારે વિપક્ષ ના સભ્યોએ ડોળા પાણી અંગે રજુઆત કરી હતી એટલુ જ નહી પરંતુ જો આ અંગે પગલા ભરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ આપવામાં આવી હતી આગાઉ પણ વખતો વખત અપુરતા દબાણથી તેમજ ડોળા પાણી અંગે વારંવાર રજુઆત કરાઇ હતી કેટલિક વાર નગરપાલિકા ખાતે રહીશો દ્વારા મટકા ફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો તેમ છતા કોઇ પરિણામ આવેલ નથી….