રાજપીપળા:નર્મદા જિલ્લામાં ખેરના લાકડાની તસ્કરી વધી રહી હોય વન વિભાગ ચાંપતી નજર રાખી રહી છે.ત્યારે સોમવારે સવારે ડેડીયાપાડાની સોરાપડા રેન્જના આર.એફ.ઓ તથા સ્ટાફ દ્રારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું.દરમિયાન ઉમરણ માધ્યમિક શાળા નજીકથી પસાર થતા એક ટેમ્પો નં.જી જે 07 એક્સ 9706 પર એમને શંકા જતા વન વિભાગની ટીમે તેને અટકાવવા જતા ડ્રાઇવર અને ક્લીનર ટેમ્પો લઈ ભાગવાની કોશિશ કરી હતી.ત્યારે આર.એફ.ઓ જે.કે.પરમારે તેમને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ટેમ્પોમાં તપાસ કરતા કુસ્કિ ભરેલા કોથળાની પાછળ અંદરની બાજુએ ખેરના લાકડા ભરેલા જણાયા હતા.તેથી સોરાપાડા આર.એફ.ઓ જે.કે.પરમાર દ્વારા ડ્રાઈવર ઇશ્માંઇલખાન અને ક્લીનર ફિરોજખાનની અટકાયત કરી રેન્જ ઓફિસ સોરાપાડા ખાતે લાવવામાં આવ્યા હતા.ફોરેસ્ટ ખાતાએ લાકડા ભરેલો ટેમ્પો તથા ખેરના લાકળા મળી અંદાજે કુલ 4.80 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આર એફ ઓ પરમારના જણાવ્યા મુજબ 2.85 ઘનમીટર ખેરનું લાકડું જેની કિંમત 80 હજાર અને ચાર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 4.80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લીનરની અટક કરી છે.
ડેડીયાપાડા વન વિભાગે ખેરના લાકડા સહિત 4.80 લાખના મુદ્દામાલ સાથે બેને ઝડપી લીધા.
Advertisement