( દિનેશ અડવાણી ભરૂચ )
ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલ બાતમી ના આધારે એક ટ્રક નં. આર.જે-૧૪-જી.જી- ૧૩૪૯ માં ઈંગલીશ દારૂ જનાર છે. જે સુરત થી વડોદરા તરફ જનાર છે આવી બાતમીના આધારે નર્મદા ચોકડી ઉપર ર્વોચ ગોઠવી હતી. ત્યારે એવી જાણ થઈ હતી કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર માંચ ગામ પાસે આવેલ હોટલ આનંદ પાસે એક બસ નં. જીજે-૧૮-ઝેડ-૦૨૮૭ ની સાથે સાધારણ અકસ્માતનો બનાવ બનેલ છે અને તે ટ્રક ડ્રાઈવરે હોટલ આનંદ ના પાર્કિગમાં રાખી ભાગી ગયેલ છે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો પણ હોવાનુ જાણવા મળતા એલ.સી.બી પોલીસે બાતમી મળતા સદર નંબર ની ટ્રક મળી આવી હતી. કેબીનમાં કોઈ હતું નહી તેથી હોટલ અને આજુબાજુ ના વિસ્તારમાં તપાસ કરતા તે ટ્રક ના પાછળના ભાગે તાડપત્રી જણાઈ હતી. ટ્રકના માલિક કિશન જગદીશ પ્રસાદ રહેવાસી રામપુરા દેવલીયા તા. બાગરૂ જયપુર રાજસ્થાન તથા ટ્રકમાં થી મળી આવેલ વિદેશી દારૂની વિગતો જોતા દારૂની પેટી નંગ – ૭૮૩ માં ભરેલ કુલ બોટલ નંગ ૧૦,૧૮૮ તેમજ કિંમત રૂપિયા ૪૬ લાખ ૮૯ હજાર ની મતા પોલીસે જપ્ત કરેલ છે તેમજ ટ્રકની કિંમત રૂપિયા ૧૫ લાખ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ ૬૧ લાખ ૯૨ હજાર મતા પોલીસે જપ્ત કરેલ છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યના ડી.જી.પી ની સુચના મુજબ દારૂ જુગાર અંગેની સધન ડ્રાઈવ રાખવા આપેલ છે જે સુચના અનુસાર પી.એસ.આઈ ધડુક અને એલ.સી.બી હેડ કોન્સટેબલ બાલુભાઈ કાળાભાઈ, મનસુખભાઈ , ચંદ્રકાંત , ઉપેન્દ્ર ભાઈ અને જયેન્દ્ર સિંહ નાઓને વિદેશી દારૂની ટ્રક પકડવામા સફળતા મળી હતી. ભરૂચ એલ.સી.બી પોલીસને મળેલ બાતમી ના આધારે એક ટ્રક નં. આર.જે-૧૪-જી.જી- ૧૩૪૯ માં ઈંગલીશ દારૂ જનાર છે. જે સુરત થી વડોદરા તરફ જનાર છે આવી બાતમીના આધારે નર્મદા ચોકડી ઉપર ર્વોચ ગોઠવી હતી. ત્યારે એવી જાણ થઈ હતી કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર માંચ ગામ પાસે આવેલ હોટલ આનંદ પાસે એક બસ નં. જીજે-૧૮-ઝેડ-૦૨૮૭ ની સાથે સાધારણ અકસ્માતનો બનાવ બનેલ છે અને તે ટ્રક ડ્રાઈવરે હોટલ આનંદ ના પાર્કિગમાં રાખી ભાગી ગયેલ છે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો પણ હોવાનુ જાણવા મળતા એલ.સી.બી પોલીસે બાતમી મળતા સદર નંબર ની ટ્રક મળી આવી હતી. કેબીનમાં કોઈ હતું નહી તેથી હોટલ અને આજુબાજુ ના વિસ્તારમાં તપાસ કરતા તે ટ્રક ના પાછળના ભાગે તાડપત્રી જણાઈ હતી. ટ્રકના માલિક કિશન જગદીશ પ્રસાદ રહેવાસી રામપુરા દેવલીયા તા. બાગરૂ જયપુર રાજસ્થાન તથા ટ્રકમાં થી મળી આવેલ વિદેશી દારૂની વિગતો જોતા દારૂની પેટી નંગ – ૭૮૩ માં ભરેલ કુલ બોટલ નંગ ૧૦,૧૮૮ તેમજ કિંમત રૂપિયા ૪૬ લાખ ૮૯ હજાર ની મતા પોલીસે જપ્ત કરેલ છે તેમજ ટ્રકની કિંમત રૂપિયા ૧૫ લાખ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ ૬૧ લાખ ૯૨ હજાર મતા પોલીસે જપ્ત કરેલ છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જણાવ્યુ હતું કે ગુજરાત રાજ્યના ડી.જી.પી ની સુચના મુજબ દારૂ જુગાર અંગેની સધન ડ્રાઈવ રાખવા આપેલ છે જે સુચના અનુસાર પી.એસ.આઈ ધડુક અને એલ.સી.બી હેડ કોન્સટેબલ બાલુભાઈ કાળાભાઈ, મનસુખભાઈ , ચંદ્રકાંત , ઉપેન્દ્ર ભાઈ અને જયેન્દ્ર સિંહ નાઓને વિદેશી દારૂની ટ્રક પકડવામા સફળતા મળી હતી.