ભરૂચ ‘સી’ ડિવીઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આ બનાવની વિગત જોતા પોલીસ ઇંસ્પેક્ટર આર.એમ.વસાવાને બાતમી મળી હતી કે ભરૂચ શહેર ‘સી’ ડિવીઝનમાં નોંધાયેલ વિડીયોકોનકંપની માંથી ચોરાયેલ મુદ્દામાલ દહેજ થી નર્મદા ચોકડી તરફ એક સફેદ વાન નં- GJ-10 AC-9908 માં કેટલાક ચોર ઇસમો લઇ જઇ રહ્યા છે તેવી બાતમીના આધારે પોલીસે એ.બી.સી. સર્કલ પાસે વોચ ગોઠવતા બાતમીમાં જણાવ્યા મુજબનું વાહન પસાર થતા વાહન ને ઉભુ રાખી તપાસ કરતા લોખંડ નુ મોટુ કટર,એક્ષો બ્લેડ નંગ-૨,ઇલેક્ટ્રિક મોટર નંગ-૨, કોપરની નાનિ મોટી પાઇપો, કોપરના વાયરો તથા લોખંડ નો વાલ નંગ-૧, ઇલેટ્રિક્ટ બોક્ષ નંગ-૧ મળી કુલ કિંમત રૂપિયા-૬૫૬૫૦ તથા મારૂતી વાન કિંમત રૂપિયા-૪૫૦૦૦ મળી કુલ રૂપિયા-૧૧૦૬૫૦ નાં મુદ્દામાલ સાથે ચાર ઇસમો (૧) સબિર મોહમ્મદ ગુલભા,રહે.પટેલ ખડકી દેહગામ તા. જંબુસર. (૨) પવન કુમાર ગજારસિંહ ક્રિચ્યન રહે.વાડિયા,દહેજ મુળ રહે.ગુરુદાસપુર,પંજાબ. (૩) બુધસિંગ સ્વર્ણસિંગ શિખ રહે.વાડિયા,દહેજ મુળ રહે. અમ્રુતસર,પંજાબ. (૪) હરજીંદરસિંગ બલદેવસિંગ જાટ હાલ રહે.વાડિયા,દહેજ મુળ રહે.અમ્રુતસર,પંજબ.ને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરી આગળની વધુ તપાસ ‘સી’ ડિવીઝન પોલીસ કરી રહી છે…
ચોરીના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ‘સી’ ડિવીઝન પોલીસ
Advertisement