૪૧ હજાર ઉપરાંત ની મત્તા જપ્ત….
ભરૂચ ‘બી’ ડિવીઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ કબ્રસ્તાનના નાળા ઉપર રાત્રીના બે વાગ્યાના અરસામાં આઠ જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા ..
આ બનાવની વિગત જોતા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાત્રી ના બે વાગ્યા અરસામાં મળેલ બાતમી ના આધારે પોલીસે કાલુપીર તકિયાના વિસ્તાર ના કબ્રસ્તાન ના નાળા પર આઠ જુગારીયાઓ કે જેમા (૧) જાવદ શેખ રહે. ડુંગરી (૨) સઇદ ઇસ્માઇલ શેખ રહે. મુડાફળીયા (૩) હિતેશ પવાર (૪) સતિશ વસાવા બન્ને રહે. કબ્રસ્તાન ગળનાળા વિસ્તાર (૫) મિઠા ગઢિયાળી રહે. મોટા ડભોઇયાવાડ (૬) મંહમ્મદ હુશેન પટવા રહે. મલવાડી દરવાજા (૭) ગુલામ સાબીર શેખ રહે. ફુરજા (૮) ઝહિર શેખ રહે. કોર્ટ પારસીવાડ ને પોલીસેજુગાર રમતા ઝડપી પાડ્યા હતા જેમની અંગ જડતી ના રૂપિયા ૯૯૧૦ અને દાવ પરના રૂપિયા ૧૬૬૫૦ મળી કુલ રૂપિયા ૨૬૫૬૦ અને મોબાઇલ નંગ-૫ કિંમત રૂપિયા ૧૫૦૦૦ મળી કુલ ૪૧૫૬૦ ની મત્તા જપ્ત કરી હતી આ બનાવ અંગે ‘બી’ ડિવીઝન પોલીસ તપાસ કરી રહી છે ….