રાજુ સોલંકી, ગોધરા.
ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળાને માનવસંશાધન વિકાસ મંત્રાલય આયોજીત સ્પર્ધામાં સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવનારી પંચમહાલ જિલ્લાની એકમાત્ર શાળા બની છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા નવા નદીસર ગામે આવેલી અને “મસ્તી કી પાઠશાળા” નામથી જાણીતી બનેલી સરકારી પ્રાથમિક શાળા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા “સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ” આપવામાં આવ્યો છે. આ ઍવોર્ડ તા ૬ ડિસેમ્બરે ગાંધીનગર ખાતે આવેલી વિશ્વકર્મા વિદ્યાલયમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરીબેનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.તાલુકા, જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રકક્ષાએ યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરની કુલ 49 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમા પંચમહાલની નવા નદીસરની પ્રાથમિક શાળાએ પણ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને ભાગ લેવાનો હોય છે. જે બાદ NGO દ્વારા શાળાની મુલાકાત લઇને તપાસ કરવામાં આવે છે. આ તપાસ પરથી નક્કી કરીને ગ્રેડ આપવામાં આવે છે.