રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે આજરોજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ઉત્કર્ષ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પક્ષકારો તથા કોર્ટ સંકુલના સફાઈ કામદાર બહેનોના હસ્તે દીપપ્રાગટય કરી લોક અદલાતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સદર લોક અદાલતમાં પોસ્ટ લીટીગેશનમાં 3360 તેમજ પ્રી-લીટીગેશનના 913 કેસ મળી 4273 કેસના નિકાલ માટે મુકવામાં આવ્યા હતા.
Advertisement