પ્રસુતિ મા પોસ્ટ પોર્ટમ હેમરેજ થી થતા માતા મરણ અટકાવવા એન્ટી શોક ગારમેન્ટ દ્રવારા હેમરેજથી પીડાતી પ્રસુતાને હોસ્પીટલ સુધી પહોચાડવા ના સમયગાળા મા જે રકતસ્ત્રાવ થાય છે તે આ ડીવાઇસ નોન ન્યુમેટીક એન્ટી શોક ગાર્મેન્ટ થી અટકાવી શકાશે
ન્યુઝ વિરમગામ
તસવીર: વંદના નીલકંઠ વાસુકિયા
અમદવાદ જિલ્લા પંચાયતમાં ભારત સરકારના નીતી આયોગ મા મહત્વના ઇન્ડીકેટર તરીકે આરોગ્ય વિભાગના ૧૧ ઇન્ડીકેટર ની ગણતરી કરવામા આવે છે તે મુજબ માતા મરણ એ ખુબ જ મહત્વ નુ ઇન્ડીકેટર છે. અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધીકારી અરુણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો શિલ્પા યાદવે અમદાવાદ જિલ્લામા માતા મરણ થતા અટકાવવા માટે ના સઘન વિચાર વિમર્સ અને મંથન કરીને પીપીએચ કે જેમા બાળક ના જન્મ પછી માતાને વધુ પડતા રકતસ્ત્રાવ થાય છે પરીણામે માતા મરણની ગભીર પરિસ્થિત સર્જાય છે. આ વધુ પડતા રકતસ્ત્રાવ થી પ્રસુતા માતાનો જીવ બચાવવા માટે આધુનીક યુગમા નોન પ્રિમેટીક એન્ટી શોક ગારમેન્ટનો પ્રાથમીક ઉપચાર ડીવાઇસ તરીકે ઉપયોગ થતો રહયો છે. જે ડીવાઇસ હેમરેજને કારણે પીડાતી પ્રસુતાને સ્ટેબીલાઇઝ કરી હોસ્પીટલ સુધીના સ્થળાત્તળમા થતા મૃત્યુના જોખમ થી બચાવી લે છે. અને આ ડીવાઇસ અત્યંત પરીણામલક્ષી હોવાનુ અન્ય સ્થળો એ સ્પષ્ટ થયેલ હોઇ તેનો અમદાવાદ જિલ્લામા ધોલકા ખાતેથી પ્રારંભ કરવામા આવેલ છે.
ગુજરાત રાજયના સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ્હસ્તે કોઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો.આશિષ ચોહાણને માતામરણ અટકાવવા માટેની કીટ એન્ટીશોક ગારમેન્ટ આાપીને સમગ્ર અમદાવાદ જિલલા મા ધોલકા ખાતે થી પ્રારભ કરવામા આવ્યો હતો
મુખ્યજિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે જણાવ્યુ હતુ કે અમદાવાદ જિલ્લામા છેલ્લા પાચ વર્ષમા કુઇ ૧૦૫ માતા મૃત્યુ નોધાયેલ છે.જેની વર્બલ ઓટોપ્સી અને કોઝ ઓફ ડેથ જોતા ૩૩ માતા મરણ હેમરેજ એટલે કે વધુ પડતા રકતસ્ત્રાવ ના કારણે થયેલા માલુમ પડેલ છે. તેથી પ્રસુતીમાવધુ પડતા રકતસ્ત્રાવ થી માતા મરણ થતા અટકે અને માતા ને સઘન સારવાર વાળા હોસ્પીટલ સુધી પહોચાડવા ના સમયગાળા મા જે રકતસ્ત્રાવ થાય છે તે આ ડીવાઇસ એન્ટી શોક ગાર્મેન્ટ થી અટકાવી શકાશે અને માતા મરણ અટકાવી શકીશુ.