માનવસેવાના અનન્ય સોપાનો વર્ષોથી સર કરનાર એવા પુર્વ ધારાસભ્ય મહંમદભાઈ ફાંસીવાલા તાજેતરમા અવસાન થતા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સદગતની શોકસભાનો આયોજન પટેલ વેલફેર હોસ્પીટલ ના કેમ્પસ ખાતે યોજાયુ હતુ. જેમા રાજ્ય સભા સંસદ અહમદ ભાઈ પટેલ સદગતને શ્રધ્ધાંજલી અર્પીતા જણાવ્યુ હતુ કે મહંમદ ભાઈ ફાંસીવાલા એ તેમનુ આખુ જીવન સેવા કાજે સમર્પિત કરી દીધુ હતુ. સર્વો ધર્મ ના લોકો માટે તેઓ સેવાની મુર્તી સમાન હતા. શ્રધ્ધાંજલી સભામા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પુર્વે ધારાસભ્ય ખુમાનસિંહ વાંસીયા કોંગ્રેસ ના ભરૂચ જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement