ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા તથા આગેવાન રોહિત નિઝામા તેમજ બીજા અન્ય કાર્યકરોનો જાહેરમાં દારૂ તેમજ નોનવેજની મહેફિલ માણતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયલર થયો હતો. હાલમાં આ મુદ્દે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ (મામા) દ્વારા પત્રકારોને આ બાબતે બેવજુદી નિવેદન આપવામાં આવ્યું હતું. સમગ્ર વાયરલ થયેલ વિડિઓમાં દેખાતા કાર્યકરો જાણે નિર્દોષ હોય તેવો ચેહરો બનાવી જિલ્લા પ્રમુખે વાતને ગોળ ગોળ ફેરવી હતી.
ગુજરાત રાજ્યમાં કડક દારૂબંધીની ગુલબાંગો ફૂંકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે પોતાના જ અમુક ભાજપના આગેવાનો આ કાયદાની એસીતેસી કરી જાહેરમાં દારૂની મહેફિલ માણતા દેખાયા છે તો ભાજપ માટે આ એક શરમજનક વાત કહેવાય. ત્યારે, પત્રકારો સામે ભાજપ જિલ્લા પ્રમુખ પોતાના નિવેદન આપતા હતા તે સમયે તેઓના ચહેરા પર સ્મિત સાથે પોતાના કાર્યકરોના દોષનો ટોપલો પ્રદેશ ભાજપ ઉપર ફેંકતા પણ એકવાર ખચકાયા ન હતા.
ઉપરાંત, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ એટલે કે કહેવાતા મામાએ પોતાના કાર્યકરોના દારૂની મહેફિલ અંગેના વાયરલ વિડીયો પ્રત્યે પોતાનો અને પોતાના કાર્યકરોનો બચાવ કર્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.