Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયા કોલોની ખાતે આંબેડકર નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી કરાઇ

Share

નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આંબેડકર નિર્વાણ દિન તથા હોમગાર્ડના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હોમગાર્ડના જવાનો શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મેઇન બજારમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત નર્મદા આરોગ્ય સમિતિના ચેરમેન તથા પૂર્વપટ્ટીના આદિવાસી સમાજના લોકપ્રિય નેતા દિનેશભાઈ તડવી (મહાકાલી), નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વાળંદ, આવૃત ભટ્ટ, અશ્વિન તડવી, સોમભાઈ મોચી દેવેન્દ્રભાઈ રમણભાઈ રોહિત ભાઈ અતુલ સોલંકી કિરણ સોલંકી સહિત ખાસ મોટી સંખ્યામાં કેવડિયા કોલોનીના  ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભારેકરી – ભરૂચના બે યુવાનો બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના મન્નતની દીવાલ કૂદી અંદર પ્રવેશી ગયા, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

ભારે કરી : ડામરના રોડ પર પડેલા ખાડા પુરવા ભરૂચ નગરપાલિકા પેવર બ્લૉકના સહારે.

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં ગટરમાં થતાં ગેસના કારણે ગટરના ઢાંકણામાંથી આગની જ્વાળાઓ ભભૂકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!