જંબુસર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી. જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ગણેશભાઇ સોમજીભાઇ રાઠવાને થોડા દિવસ અગાઉ એક બ્લેક કલરનું પર્સ મળેલ હતું. જે બાબતે જંબુસર પોલીસ કોન્સ્ટેબલે જંબુસરના પીઆઇ મેટાળીયાને જાણ કરેલ કે મને એક બ્લેક કલરનું પર્સ મળેલ છે, તો તેમની સૂચનાથી આ પર્સ જોતાં પર્સમાં રોકડા રૂપિયા બારસો તેમજ ચૂંટણી કાર્ડ તથા બીજા અન્ય ડોક્યુમેન્ટ્સ હતા. આ માટે તે પ્રશ્નની વધુ તપાસ કરતા તેમાં રહેલી પરચિઓમાં જે કોન્ટેક્ટ નંબર હતા તેના ઉપર સંપર્ક થતા જાણવા મળેલ કે આ મૂળ માલિક તેજસિંહ રામલાલ છે જે જંબુસરના ખાનપુરિ ભાગોળ વિસ્તારમાં રહે છે. જેઓને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને આ પર્સની ખરાઇ કરતાં આ પર્સ તેઓનું જ છે તવું સાબિત થતાં જંબુસર પોલીસે તેઓનું પર્સ તેમને પરત કરેલ છે. જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ અવારનવાર સરાહનીય કામગીરી કરતા જોવા મળી રહ્યા છે. જે બદલ પી.આઈ. મેટળીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
જંબુસર પોલીસની સરાહનીય કામગીરી. થોડા દિવસ અગાઉ પોલીસ કોન્સ્ટેબલને મળેલ પર્સ તેના માલિકને સુપ્રત કરાયું.
Advertisement