ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તસ્કરોએ ATM તોડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. આવનારા દિવસોમાં હજી બીજા ATMને નિશાન બનાવાય તેવી શકયતા નકારી શકાતી નથી.
ભરૂચ જિલ્લામાં આવેલ ATMની સુરક્ષા અંગેનું સંપૂર્ણ વિશ્લેષણ થવું જોઈએ. કેમ કે… ભરૂચ જિલ્લામાં મંદી, મોંઘવારી અને બેકારીની સમસ્યા વકરતી જાય છે. તેવામાં સમી રાત્રીના સમયે લગભગ શુમસાન વિસ્તારમાં આવેલ ATMના બુથો કે જેમાં લાખો રૂપિયા હોઈ શકે છે, અને તેની રખેવાળી કરતા સિક્યુરિટીની ક્ષમતા કેટલી તે તપાસવી રહી. આ ઉપરાંત સીસીટીવી કેમેરા કેટલા સક્ષમ અને તેનું મોનીટરીંગ ક્યાંથી થાય છે. તે પણ જોવું રહ્યું. અગાઉ બનેલ બનાવમાં ATM બુથ સીસીટીવી કેમેરાના ફૂટેજ કરતા આજુબાજુના વિસ્તારોમાં લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો વધુ સ્પષ્ટ જણાયા હતા તે પણ નોંધવું રહ્યું.
Advertisement