ડિવાઇડર ટુંકા હોવાથી વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે…
પોલિસની રજુઆત બાદ પણ નેશનલ હાઈવે ઓર્થોરિટિ નિષ્ક્રીય…
ભરૂચનાં ઝાડેશ્વર ઓવરબ્રિજ થી ઊતરી જુના સરદાર બ્રિજ તરફ જતો રસ્તો એક્સીડન્ટ ઝોન બની ગયો હોવા છતાં નેશનલ હાઈવે ઓર્થોરિટિ આ તરફ દુર્લક્ષ સેવે છે.
ભરૂચ ઝાડેશ્વર ઓવર્બ્રિજ ઊતરતાં જે ડિવાઇડર બનાવ્યાં છે તે અત્યંત ટૂંકા છે. વળી બ્રિજ ઊતરતાં લાઈટ મોટર વ્હીકલ અને ભારે વાહનો માટેનાં જે બોર્ડ લગાવ્યાં છે એના લીધે ઓવર્બ્રિજ ઊતરતાં ફોરવ્હિલ તેમ જ બાઈક સવારો બોર્ડ વાંચીને જુના સરદાર બ્રિજ તરફ જતાં હોય છે. જેને કારણે સર્વિસ રોડ પરથી આવતાં ભારે વાહનો નવા સરદાર બ્રિજ તરફ જવા ચઢાણ કરે ત્યારે જ અકસ્માત સર્જાય છે. જેમાં વાહનોને નુકશાન તેમજ અમુકવાર મૃત્યું નીપજવાની ધટનાઓ પણ બનતી હોય છે ગત વર્ષ ડિસેમ્બર માં જ આ સ્થળે એક ટ્રક સવારે SRP નાં બે જવાનો બાઈક પર આવતાં હતાં ત્યારે તેમને અડફેટમાં લીધા હતાં. તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ બનેલી આ દુર્ધટનામાં SRP જવાન ભરત વાલજીભાઈ વસાવાનુ ધટના સ્થળે જ મૌત પણ નીપજ્યું હતું જ્યારે કે અન્ય SRP જવાન બળવંત કેશવભાઈ પટેલને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.
આ દુર્ઘટના બાદ ભરૂચ “સી” ડિવિઝન પોલિસ મથકનાં PI R.D કવાએ નેશનલ હાઈવે ઓર્થોરિટિ ઓફ ઈન્ડિયાને તાત્કાલિક તા. ૧૬/૧૨/૧૭ નાં રોજ પત્ર લખ્યોં હતો. તેમણે NHAI ને રોડ એન્જીનીયરિંગમાં ફેરફાર કરી ડિવાઈડરને ૧૦૦ મીટરથી વધુ લંબાવવા અને લાઈટ મોટર વ્હીકલ અને હેવી વ્હીકલનાં બોર્ડ દુર કરવાનાં સૂચનો પણ કર્યાં હતા. જો કે NHAI દ્વારા આ બાબતે ૬ મહિના ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતા કોઇ પગલાં લેવાયાં નથી.
નોંધનીય છે કે આ સ્થળે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા છે અને આજે પણ નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. નેશનલ હાઈવે ઓર્થોરિટિ એ આ સ્થળે “સી” ડિવિઝન PIનાં સૂચનને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઘટનું કરવાનુ હોય છે. એક જવાબદાર પોલિસ અધિકારીનાં પત્રને પણ NHAI નાં અધિકારીઓ અવગણે ત્યારે આમ પ્રજાના માથે તોળાતાં અકસ્માતનાં ભયનું સંકટ કોણ દુર કરશે એ જોવું રહ્યું !!!