Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પાલિકાના સિક્યુરિટી સ્ટાફને લઘુત્તમ વેતન મળતું નથી. મીનીમમ વેજીસથી અડધું વેતન ચૂકવાતા આક્રોશ.

Share

જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન સિક્યુરીટી સ્ટાફની વહારે…

એક તરફ અંકલેશ્વર નગર સેવાસદન સુચારૂ વહીવટના બણગાં ફુકે છે ત્યારે કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવવામાં ભારે અન્યાય કરાતો હોવાની બૂમ ઉઠી છે.

Advertisement

અંકલેશ્વર નગર સેવાસદનમાં વર્ષા ઇન્ડસ્ટ્રીયલ એજન્સીના નેજા હેઠળ 39 જેટલા સિક્યુરીટી સ્ટાફ ફરજ બજાવે છે. આ સિક્યુરીટી સ્ટાફને નગર સેવાસદન દ્વારા સરકારના લઘુત્તમ વેતન ધારા હેઠળ પાલિકાએ નાળા ચૂકવવાના હોય છે. જેનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ સિક્યોરિટી સ્ટાફને લઘુત્તમ વેતન કરતાં અડધા નાળા જ ચૂકવવામાં આવે છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા સ્ટાફ અને એજન્સી દ્વારા પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ ચીફ ઓફિસરને પણ વારંવાર રજૂઆત કરાઇ હતી. તેમ છતાં તેઓ આ મુદ્દે ચૂપકીદી સેવી લીધી હતી. આથી આ કામદારોને ન્યાય અપાવવા જીઆઈડીસી એમ્પ્લોઇઝ યુનિયન મેદાને પડયું છે. બુધવારના રોજ યુનિયનના સભ્યો અને સિક્યુરિટી સ્ટાફના કર્મચારીઓએ પ્રાંત અધિકારીને આ મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. યુનિયનના ના આગેવાનો દ્વારા પાલિકામાં કમિશન અને કટકી બેફામ રીતે ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. પ્રાંત અધિકારીએ આ મુદ્દે ઘટતું કરવાની ખાતરી આપી છે.

પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સિક્યુરિટી કર્મચારીઓની સાથે આવી શોષણખોર નીતિ અપનાવી આર્થિક નુકસાન તો કરે જ છે. સાથે સાથે સરકારના લઘુત્તમ વેતન ધારા નો પણ કરે છે, ત્યારે કામદારો ને ન્યાય મળે તે આવશ્યક છે.

સિક્યુરીટી સ્ટાફને વેતન બાબતે અન્યાયના મુદ્દે અંકલેશ્વર નગર સેવાસદનના પ્રમુખનો સંપર્ક સાધતા તેમનો ફોન “નો રીપ્લાય” થયો હતો. આમ પણ પાલિકા પ્રમુખ આવા મુદ્દે નિવેદનો આપવાનો ટાળતા જ હોય છે. એવી છબી ઉપસી રહી છે, ત્યારે હવે પ્રાંત અધિકારી જ આ મુદ્દે હસ્તક્ષેપ કરે એ જરૂરી છે.

બીજી તરફ નામદાર નેતા ડી.સી.સોલંકીએ જણાવ્યું હતું કે… આ બાબતમાં તો લેબર એક્ટ મુજબ ગુનો દાખલ થઈ શકે છે. તેમ છતાં સરકારી તંત્ર ચૂપ છે, એટલે જ આ મુદ્દે હવે આવેદન પત્ર સહિતના કદમ ઉઠાવવામાં આવશે.

આ અંગે આસિસ્ટન્ટ લેબર કમિશનર સોનીએ જણાવ્યું હતું કે.. લેબર ઓફિસરને મોકલી આ મુદ્દે તપાસ કરાવવામાં આવશે અને જે તે એજન્સી અને પાલિકાને નોટિસ આપવામાં આવશે. જો હકીકત હોય તો આમાં ગુનો પણ દાખલ કરાશે.

અંકલેશ્વર પાલિકા તેમજ સિક્યુરીટી સ્ટાફ એજન્સીના હેઠળ ફરજ બજાવે છે, એ બંનેમાં હાલ તો ખળભળાટ ફેલાયો છે. હવે કામદારોને ન્યાય મળશે કે પછી આ આખો મુદ્દો દબાઈ જશે એ હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે.

દિનેશ અડવાણી, ભરૂચ.


Share

Related posts

લીંબડીમાં વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

ProudOfGujarat

મોટર વ્હીકલ એક્ટ હેઠળ ખોટા વળતરના દાવાઓના જોખમને રોકવા માટે વીમા કંપનીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર.

ProudOfGujarat

કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અર્થે શાળાના બાળકોની પગપાળા રેલી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!