પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન મુજબ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના મળેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર અ.હે.કો. બીપીનચંદ્ર મોહનભાઇ નાઓની બાતમીના આધારે પ્રોહીબિશન અંગેની રેડ કરતા અક્ષર બંગ્લોઝના ગેટ આગળ એક સિલ્વર કલરની હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં. MH 02 MA 210માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મી.લી. ની બોટલ નંગ 60 જેની કિંમત રૂપિયા 24,000/- તથા 180 મી.લી. ની બોટલ નંગ 480 જેની કિંમત રૂપિયા 48,000/- તેમજ 500 મી.લી. બિયરના ટીન નંગ 780 જેની કિંમત રૂપિયા 96,000/- સહિત હ્યુન્ડાઇ એસેન્ટ કાર જેની કિંમત રૂપિયા 1,10,000/- તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી 3 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 6,500/- મળી કુલ કિંમત રૂપિયા 2,12,500/- ના મુદ્દામાલ સહિત આરોપી નં. (1) પારસ દેવાવન યોગી. (2) ગોપાલ રાજુરામ બીશ્નોઈ. (3) લાડુ દેવાવન યોગી. તમામ રહે; રાજસ્થાન તમામ નાઓની ધરપકડ કરી પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો, અન્ય આરોપી નં. (4) પ્રવીણ નાઓને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળનું ગુનો નોંધી તેની શોધખોળ ચાલુ છે.
ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ફોર વ્હિલર ગાડી તથા મોબાઈલ મળી લાખો રૂપિયા મુદ્દામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર શહેર પોલીસ.
Advertisement