ભરૂચ તાલુકાના કેલોદ ગામના જે તે વખતના સરપંચ, ઉપ સરપંચ, તલાટી તેમજ તા. 22/5/18 મંગળવારના દિવસે કેલોદ ખાતે મુનિ મહારાજના મંદિરમાં સરકારના આદેશ અનુસાર મળેલ ગ્રામસભામાં કેલોદના સરપંચ, સભ્યો તેમજ ગામના ખેડૂતો, મહિલાઓ ગ્રામજનો મળીને કુલ 113 સભ્યોએ ભરૂચ તાલુકા પંચાયતમાંથી આવેલા અધિકારીની રૂબરૂમાં ગ્રામસભા મળી હતી. જેમાં ઠરાવ નં. 11(3) થયેલ છે. ઠરાવ કરવામાં આવ્યું છે કે કેલોદ ખાતે સર્વે નં. 724માં આવેલ તળાવ છીછરું છે અને પાણી રહેતું નથી. તળાવ સરકારની સુજલામ સુફલામ યોજના અનુસાર ઊંડું કરવા એપ્રિલ માસમાં જાહેરાત કરી હતી તે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો. તળાવ ઊંડું કરવમાં આવે તો લોકોને અને પશુઓને પાણી મળી શકે તેમજ 300 એકર જમીનમાં પાણીનો લાભ લઇ સારું ઉત્પાદન કરી શકાય. ઠરાવમાં માટીનું ખોદકામ સાગર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટની કંપનીને આપેલ હતું. જેનો હેતુ એક્સપ્રેસ હાઇવેમાં પીળી માટી પુરવાનો હતો. આ અંગે સાગર કંપનીએ પણ પરવાનગી મેળવેલ છે. તેથી અમે કેલોદના માજી સરપંચ અને ગ્રામજનો જણાવીએ છે કે… તા. 27/11/18ના રોજ જે આવેદન પત્ર અન્ય દ્વારા આપેલ છે તે પાયાવિહોણું છે. સર્વે નં. 724માં કોઈ ખરી આવેલ નથી તેમજ મોટું તળાવ આવેલ છે. આ તળાવમાં ભૂતકાળમાં કે હમણાં બાળકો રમવા માટે મેદાન નથી, ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ નથી તેમજ સર્વે નં. 724ની નજીકમાં કોઈ શાળા કે સ્કૂલ આવેલ નથી. તેથી અમારી વિનંતી આવેદન પત્ર દ્વારા રજૂ કરી તળાવ ઊંડું કરવા માંગણી કરીએ છીએ.
કેલોદ ગામના ખેડૂત ખાતેદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું.
Advertisement