ભરૂચ તાલુકાના દયાદરા ગામના રહીશોએ બ્લોક નં. 767,60નું, 536 અને 456 ની જમીનમાંથી ખોટી રીતે કોઇપણ જાતની પરવાનગી વગર શ્રી ખીચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. તથા ટાટા કન્સલ્ટન્સી દ્વારા રેલ્વે કોરિડોરના હેતુ માટે માટી ખોદકામ કરવા માટે દયાદરા ગામ પંચાયતે ખોટો ઠરાવ કરી આપેલ છે. આમ ગેરકાયદેસર જમીન ખોદકામ કરવા આપેલ હોવાથી દયાદરા ગામના રહીશોએ આવેદન પત્ર પાઠવ્યું છે. અવેદન પત્રમાં જણાવ્યું છે કે દયાદરા ભરૂચના બ્લોક નં. 767,609,536,456માં શ્રી ખીચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કંપનીએ ખોદકામ કરી માટી લઈ જવા ખોટો અને ગેરકાયદેસર દયાદરા ગ્રામ પંચાયત સાથે કોન્ટ્રાક્ટ કરેલ છે. હાલમાં સર્વે નં. 536માંથી ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. 20 ફૂટથી વધારે ઊંડાઈ સુધી આશરે 5000 હાઈવા ટ્રક માટીનું ખોદકામ કરેલ છે. આ બાબતે 17/11/18ના રોજ સરપંચને જાણ કરી હતી જે બાદ પણ કોઈ પગલાં ન લેવાતા તા. 19/11/18ના રોજ ફરી ભૂસ્તર શાસ્ત્રીને જાણ કરી હતી. લેખિતમાં જાણ કરતા તા. 22/11/18ના રોજ ભૂસ્તર વિભાગના ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ સ્થળ ઉપર આવી કંપનીના વાહનો જેવા કે હાઈવા ટ્રક વગેરેની અટકાયત કરવામાં આવેલ અને ખોડકામની પ્રવૃત્તિને અટકાવી માટીનો મુદ્દામાલ સિઝ કરેલ છે. વળી, ખોટી રીતે સરપંચે માટી ખોદકામ અંગે પરવાનગી આપેલ છે. આ જમીનની આજુબાજુમાં દરગાહ જેવા પવિત્ર સ્થાનકો આવેલ છે તેમજ આ ગેરકાયદેસર ખોદકામના પગલે દયાદરા મસ્જિદ અને મોટા પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા ખેતીના ઉપયોગ માટે ગામના જરૂરિયાતમંદ ખેડૂતોને જમીનનું યોગ્ય ભાડું એટલે કે ગણોત આપવામાં આવે છે. આ જમીન દૂર આવેલ હોવાથી સરપંચ અને તેમના સાથી સભ્યો ગેરકાયદેસર રીતે કામકાજ કરી રહ્યા છે. અગાઉ જૂન 2018માં તેમજ 29/10/18ના રોજ દયાદરા ગામ પંચાયતને આ ખોદકામ ન કરવા લેખિત વાંધો આપ્યો હતો અને તા.19/11/18ના રોજ કલેક્ટર કચેરીને પણ અરજી આપવામાં આવી હતી. તેમ છતાં લેખિત જવાબ આપેલ નથી. તેમજ જે વાહનો અટક કરવામાં આવ્યા હતા તેની વિગત/શ્રી ખીચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. બાબતનું રેકોર્ડ પણ માંગવા છતાં મળેલ નથી તેથી આ તમામ માહિતીઓ માંગવામાં આવેલ છે.
દયાદરા ગામના રહીશોએ ગેરકાયદેસર થતા માટી ખોદકામ અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું.
Advertisement