Proud of Gujarat
GujaratFeaturedINDIA

૩૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ની ટ્રક પકડી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ,

Share

તા. ૨૬/૬/૨૦૧૮

ભરૂચ જીલ્લામાંથી પ્રસાર થતી વિદેશીદારૂ ની ટ્રકની મળેલી બાતમી ના આધારે અને જીલ્લા પોલીસ વડાની સુચનાથી વગુસણા રોડ ઉપરથી એલ.સી.બી ના એ.એસ.આઈ બાલુભાઈ આહિરે વિદેશીદારૂની ટ્રક પકડી પાડી હતી,

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લામાં વિદેશીદારૂની બદીને દામવા માટે જીલ્લા પોલીસ વડા ની સુચના અને માર્ગદર્શન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોની હદમાં ઘણા પોહિબિસનનાં કેસો કરવમાં આવ્યા હતા. ગત રોજ રાત્રીમાં એલ.સી.બી ને મળેલી માહિતી મુજબ પરપ્રાતિય અને પ્રતિબંધીત ઈગ્લીશદારૂ અંક્લેશ્વર તરફ થી વડોદરા તરફ એક ટ્રક નં RY-06-GA-4163 માં પ્રસાર થઈ રહ્યોં છે તે બાતમીની વોચમાં હતા તે માહિતી વાળી ટ્રક નંબર દેખાતા તેને રોકી તપાસ કરતા પ્લાયવુડ મળી આવ્યોં હતો, તે ટ્રકની બારીકાઈથી તપાસ કરતા ક્લીનર સાઈડમાં કેબિનના પાછળના ભાગે નાનો દરવાજો બનાવેલ હોય જે ખોલી અંદર જોતા ઇગ્લીસ બનાવટના દારૂની પેટીઓ ભરેલી હતી,જે મળેલ હકિકત મુજબ ન હતી ટ્ર્ક માં ભરેલ વિદેશીદારૂની ગણતરી કરતા ટ્રકમાથી વિદેશીદારૂની પેટી નંગ-૪૫૩ માં ભરેલ કુલ બોટલ નંગ-૫૪૩૬ ની કુલ કિંમત ૨૭,૧૮,૦૦૦/- અને સાથે ટ્રકની કિંમત ૧૦,૦૦,૦૦૦ તાડપત્રી તથા દોરડુ ૩૦૦૦ અને ગુડલી માં મળેલ રોકડ રકમ રૂ.૮૦૦૦ તથા મોબાઈલ સહિત રૂપિયા ૧૦૦૦ નો કુલ ૩૭,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જ્પત કરી એલ.સી.બી ના એ.એસ.આઈ બાબુભાઈ આહિરે નબીપુર પો.સ્ટેશનમાં પ્રોહિ એક્ટ કલમ ૬૫ એ,ઈ  ૯૮(૨),૮૧ મુજબના ટ્રક ડ્રાઈવર રવિંદ્ર સુરજપાલ યાદવ રહે કેલાના તા.ગન્નોર જી. સોનીપત હરિયાણા તથા રાજેશ રાજકુમાર ઝાટ રહે મેહમદપુરા માજરા તા.ગન્નોર જી.સોનીપત હરિયાણા અને ટ્રક માલિક ગોપાલ બાબુભાઈ તૈલી તથા સોનુ નામના ઈસમો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


Share

Related posts

આર માધવનના મજબૂત અને સાચા વ્યક્તિત્વ, અભિનેતાએ તમાકુ બ્રાન્ડને સમર્થન આપવાની મોટી ઓફર નકારી કાઢી!

ProudOfGujarat

માંગરોળના વેરાકુઈ ગામે પ્રદેશ ભાજપ સમિતિના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યકર સંમેલન યોજાયું

ProudOfGujarat

રાજપીપળા : ઓરી ગામની યુવતી સાથે મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર કરતા આરોપી સામે ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!