Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખનો તેમના મિત્રો સાથે દારૂની મહેફિલનો વિડિઓ થયો વાયરલ.

Share

ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તેમના સાથીઓ સાથે દારૂ તથા નોનવેજની મહેફિલ માણવાનો વિડિઓ વાયરલ થતા સમગ્ર ભાજપામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ, ભાજપના મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા તથા ભાજપા આગેવાન રોહિત નિઝમા તથા તેમના સમર્થક જાહેર રસ્તાની બાજુમાં દારૂ તથા નોનવેજની મહેફિલ માણતા કોઈના કેમરામાં કેદ થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાથી ભાજપી બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે. તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજનો જન્મદિવસ હોવાથી તેમની પાર્ટી રાખવામાં આવી હતી. જોકે પાર્ટી જાહેર રોડની બાજુ ખુલ્લાંમાં રાખી કોઈ પણ જાતના ડર વગર આ લોકો દારૂ તથા નોનવેજની પાર્ટી કરતા કોઈના કેમેરામાં કેદ થઈ ગયા હતાં. જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રાજ્યમાં કડક દારૂબંધીની ગુલબાંગો
પોકારે છે ત્યારે અમુક ભાજપના જ આગેવાનો દ્વારા કાયદાની એસીતેસી કરીને જાહેરમાં દારૂની મહેફિલ માણતા દેખાયા હોવાથી લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


Share

Related posts

1 લી જૂન એટલે સામુહિક જન્મદિવસ તરીકે ઉજવાય છે. જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી પર સ્થાનિકોનો ચક્કાજામ યોજાયો હતો-ખરાબ માર્ગ ના કારણે લોકો રસ્તા પર ઉતરી આવી ચોકડી પર ના તમામ વાહનોને અટકાવી ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું….

ProudOfGujarat

અંકલેશ્વરની એસ પી સી લાઈફ સાયન્સ કંપનીમાં રીએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!