Proud of Gujarat
GujaratFeaturedINDIA

બદલાઈ ગયો જૂનો નિયમ, હવે RBIના વ્યાજ દરો ઘટાડતાં જ ઓછો થઈ જશે તમારો EMI..!

Share

આરબીઆઈએ પોતાની બેઠકમાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. રેપો રેટ 6.5 ટકા પર કાયમ છે. બીજી તરફ, રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે. આરબીઆઈએ હોમ, ઓટો અને પર્સનલ લોનને લઈને મોટો નિર્ણય કર્યો છે. હવે આરબીઆઈના વ્યાજ દરો પર નિણર્ય કરતાં જ બેંકોને પણ તેનો નિર્ણય લેવો પડશે. જો સરળ શબ્દોમાં સમજીએ તો આરબીઆઈના દરો ઘટતાં જ બેંક તમારો ઈએમઆઈ ઘટાડી દેશે. આ નવો નિયમ 1 એપ્રિલ 2019થી લાગુ થશે.

RBI પોલિસી પર એક નજર…

Advertisement

– રિઝર્વ બેંકે SLRમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હાલ SLR 19.5 ટકા છે.
– કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કેન્દ્રીય બેંકે કોઈ ફેરફાર નથી કર્યો.
– ઓક્ટોબરમાં થયેલી અગાઉની સમીક્ષા બેઠકમાં પણ રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહોતો કર્યો.
– એમએસએફ બેંક રેટ 6.75 ટકા પર કાયમ રાખ્યો છે.
– રિઝર્વ બેંકનું કહેવું છે કે મોનેટરી પોલિસી કમિટી ગ્રોથના સપોર્ટ કરવા અને રિટેલ મોંઘવારી દરને 4 ટકા (+/-2%) રાખવા માટે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો.

FY19માં 7.4 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન
બેંકે નાણાકીય વર્ષ 2018-19 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.4 ટકા રાખ્યું છે. બીજી તરફ, નાણાકીય વર્ષ 2019-20ના પહેલા હાફયર માટે જીડીપી ગ્રોથ રેટનું અનુમાન 7.5 ટકા છે.

મોંઘવારી દરનો અનુમાન ઘટાડ્યો
રિઝર્વ બેંકનું કહેવું છે કે ચાલુ નાણકીય વર્ષના બીજા ભાગ (ઓક્ટોબર-માર્ચ) દરમિયાન મોંઘવારીનું અનુમાન 2.7-3.2 ટકા રહી શકે છે. પહેલા આ અનુમાન 3.9-4.5 ટકા હતું.

જૂન અને ઓગસ્ટ બેઠકમાં સતત બે વાર વધાર્યા હતો રેટ
જૂથી આરબીઆઈએ વ્યાજ દરોમાં સતત બે વાર વધારો કર્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં અર્થશાસ્ત્રીઓના અનુમાનથી વિપરીત રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં તે સ્થિતિને કાયમ રાખી. રૂપિયામાં થઈ રહેલા ધોવાણ અને કાચા તેલની કિંમતોના કારણે કરન્સી દબાણના કારણે આશા કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય બેંક વ્યાજ દરોમાં વૃદ્ધિ કરશે. તે સમયે રેપો રેટ 6.50 ટકા જ રાખવામાં આવ્યો હતો.

શું હોય છે SLR..?

જે દરે બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે, તેને એસએલઆર કહે છે. રોકડની લિક્વિડિટીને નિયંત્રિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોમર્શિયલ બેંકોને રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ એક નિશ્ચિત રકમ રોકડ, સોનું કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોન્ડ્સમાં રોકાણ કરવાનું હોય છે. તેની પર રિઝર્વ બેંક નજર રાખે છે, જેથી બેંકોને ઉધાર આપવા પર નિયંત્રણ રાખી શકાય.


Share

Related posts

ભરૂચ : કોવિડ વેક્સિનેસન અંતર્ગત તા.૨૨ મી મે ના રોજ મેગા વેક્સિનેસન કેમ્પનું આયોજન.

ProudOfGujarat

નડિયાદ : માતા અને બાળ તંદુરસ્તી માટે અવેરનેશ શિબિર તેમજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!