ભરૂચ જિલ્લાનું ભાલોદ ગામ પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલું છે. આ ગામના સ્થાનિકો દ્વારા ખેતી અને માછીમારી કરી રોજગારી મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગામની નર્મદા નદીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા ઝીંગાનું બિયારણ પકડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ બિયારણ પકડવાની પદ્ધતિ બાવળ સમળો વગેરેના કાંટાના ઝારા બનાવીને નર્મદા નદીના પટમાં મુકવામાં આવેલ છે. જેને આ માથાભારે અસામાજિક તત્વો દ્વારા નર્મદા નદીની ૨૮ જેટલી પ્રજાતિઓઓનું બિયારણ પકડીને ગુજરાત બહારના રાજ્યમાં નજીવી કિંમતે સપ્લાય કરવામાં આવે છે. જેના કારણે અહીંના સ્થાનિક માછીમારોને પોતાની રોજગારી સામે મોટા પ્રશ્નનો સામનો કરવો પડે તેમ છે.
માટે જ, રાજ્ય બહારની કંપનીઓ દ્વારા નર્મદા નદીના પટમાં ગરીબ લોકોને પોતાના હાથો બનાવી કાંટાળા ઝાડી-ઝાંકરા દ્વારા મત્સ્ય બિયારણ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા બાબત તથા નર્મદા નદીમાંથી બિયારણ કઢી લેતા અસામાજિક તત્વો-માફિયાઓનું રાજ્યવ્યાપી કૌભાંડની ન્યાયિક વહીવટી તપાસ થાય તે હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાલોદ ગામના સ્થાનિક માછીમારોએ આવેદન પત્ર પાઠવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.