Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ખાતે ડો. બાબાસાહેબ યુવા ઉત્થાન સંસ્થા દ્વારા સ્કૂલકીટનું વિતરણ…

Share

ભરૂચ ખાતે કાર્યસ્ત સેવાસંગઠન ડો. બાબાસાહેબ યુવા ઉત્થાન સંસ્થા દ્વારા ગરીબ વિધ્યાર્થીઓને સ્કૂલકીટનું વિતરણ કરાયું હતુ.

ડો. બાબાસહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા છેલ્લા ૨૫ વર્ષથી આર્થિક રીતે પછાત અને જરૂરિયાત મંદ બાળકો ને સ્કૂલકીટ નું વિતરણ કરે છે. આ સેવાપ્રવ્રૃતિ અંતર્ગત રવિવારે આંબેડકર ભવનમાં ૨૦૦૦ જેટલાં વિદ્યાર્થિઓને સ્કૂલબેગ, યુનિફોર્મ, ડાયરી અને નોટબુકનું વિતરણ કરાંયુ હતુ. આ પ્રસંગે ભરૂચ પ્રમુખ જશુબેન પઠિયાર જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, માં વિઘ્ન વાસિનિ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ અનિલ શુક્લા, બામસેફ નાં પુર્વ પ્રમુખ બેચરભાઈ રાઠોડ, નેત્રંગ નાં મામલતદાર કે.ડી.કોળી ભરૂચ કોંગ્રેસ પ્રમુખ બળવંતસિહ પરમાર, મહિલા પ્રમુખ ધ્રૃતા રાવલ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાની કામગીરીને સૌએ બિરદાવી હતી . આ કાર્યક્રમ માં જીવરાજ મકવાણા, શાંતિલાલ રાઠોડ, મિત્તલ રાઠોડ સહિત યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતોં.

Advertisement

Share

Related posts

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં સરભાણ ગામ ખાતે શંકાસ્પદ હાલતમાં સગીરાનો મૃતદેહ મળી આવતા ખળભળાટ…

ProudOfGujarat

સુરત : પાલ-અડાજણ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં લિફ્ટ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!