રાજપીપલા:નર્મદા જિલ્લાની નર્સિંગ સ્કૂલ નાંદોદ તાલુકાના જીતનગર ખાતે આવેલી છે.હાલ બે વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે અધ્યતન સુવિધા સજ્જ બિલ્ડીંગ વિદ્યાર્થીનીને ભણવા માટે સરકારે આપ્યું છે.પણ એના અંધેર વહીવટને લીધે આજે ANM અને GNMના કોર્ષ કરતી 78 જેટલી વિદ્યાર્થીનીઓનું ભાવિ જોખમાઈ રહ્યું છે.તાજેતરમાં આચાર્ય અને શિક્ષકોના ડરથી નર્સિંગ સ્કૂલ જીતનગરનો ખાડે ગયેલો વહીવટ નામની એક પત્રિકા સોસીયલ મીડિયા પર વાયરલ થઇ છે આ કારણે ખાડે ગયેલો વહીવટ લોકો સામે આવી રહ્યો છે.જોકે આ પત્ર નનામો છે કેમ કે વિદ્યાર્થીનીઓ પોતાને હેરાન કરે એ બીકે કોઈને કશું પણ કેહવા તૈયાર નથી.પણ જો વહીવટ આવો હશે તો જ આટલો વિરોધ થયો હશે એ પણ વિચારવું રહ્યું.જે કાઈ પણ હોય આજે 78 વિદ્યાર્થીનીઓનું ભાવિ જોખમમાં મુકાયું હોય એને યોગ્ય કરવું એ તમામ અધિકારીની ફરજમાં આવે છે.
આ નનામાં પત્રમાં વિદ્યાર્થીનીઓની હાલત અને વહીવટ અંગે જણાવાયું છે.જેમાં વિદ્યાર્થીનીઓને માત્ર ક્લાસ રૂમમાં બેસાડી રાખવામાં આવે છે કોઈ કોર્ષ આગળ ચાલતો નથી કોઈ ભણાવાતું નથી.શાળાના કર્મચારીઓ મનફાવે તેવું કામ કરે છે અને આચાર્ય આંખ આડા કામ કરે છે.કર્મચારીઓ સાથે પક્ષપાત ભર્યું વલણ કરે છે.નિયમોમાં કામ કરનારને મેમાં આપે છે અને અનિયમિતોને છાવરે છે.વિદ્યાર્થીનીઓને પ્રેક્ટિકલ માટે દવાખાનાઓમાં લઇ જવાનું વાહન બગડી જતા પ્રેક્ટિકલ થતું નથી કે સ્કૂલમાં નથી અભ્યાસક્રમ ચાલતો.શાળાના આચાર્ય કોઈ જાતનું મેનેજમેન્ટ નથી કરતા આદિવાસી વિસ્તારની એક માત્ર સંસ્થા બંધ થઇ જાય એવા પ્રયત્નો આચાર્ય કરતા હોવાનો ગંભીર આક્ષેપો આ પત્રમાં કરવામાં આવ્યા છે.ત્યારે આ બાબતે જો ચોક્કસ તપાસ થાય,તમામ વિદ્યાર્થીનીઓના સ્ટાફના નિવેદનો લેવાય અને સાથે સાથે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય સચિવ તપાસ કરે એ જરૂરી બન્યું છે.જોકે આ બાબતે શાળાના આચાર્ય સ્કૂલના કામથી બહાર હોય ટેલીફનીક વાતચીત કરતા રૂબરૂમાં આવું ત્યારે વાત કરીશ ટેલિફોનિક હું કોઈ વાત કરતો નથી એવું જણાવ્યું હતું.
કોઈ પણ શાળામાં ચાલતા અંધેર વહીવટનો જવાબદાર તેનો વહીવટી વડો હોય છે.અને આ જીતનગરની નર્સિંગ સ્કૂલના આચાર્ય વિરુદ્ધ પત્રિકામાં ઘણું લખવામાં આવ્યું છે.સંસ્થામાં ચાલતા મેસના કોન્ટ્રાકટર જોડે સમજૂતી કરી નક્કી થયેલી ફી કરતા વધારે ફી વસૂલાતી હોવાનો આક્ષેપ,કર્મચારીઓ સાથે પક્ષપાત રાખવાનો આક્ષેપ,નર્સિંગ સ્કૂલ ખાતે પોતાને ફાળવેલ ઓફિસમાં જ રહે છે જે ગેરકારયદેસર હોવાની ફરિયાદ ઉઠી છે.આ નનામા પત્રમાં એવો વિદ્યાર્થીનીઓએ એવો ગંભીર આક્ષેપ પણ કર્યો છે કે આચાર્ય આ એક માત્ર સંસ્થાને બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે હવે આ વહીવટની તપાસ ચોક્કસ કરાવવી જરૂરી બની છે.