રાજસ્થાનનો ડુબલીકેટ ડોક્ટર હોટલમાં કરતો હતો ઈલાજ
સુરેન્દ્રનગર જિલ્લામાં ડુબલીકેટ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ મનફાવે તેવી રકમ ડિગ્રી વગરના ડોક્ટર લઇ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ની ખાનગી હોટલમાં ઈલાજ કરતો હોય તેઓ ડીગ્રી વગરનો બોગસ ડોકટર સુરેન્દ્રનગર ની આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ભીલવાડા ગામનો વતની અને સુરેન્દ્રનગરની હોટલમાં ગેરકાયદેસર પત્રિકા વેચી લોકોના કરતો હતો ઈલાજ આ ડિગ્રી વગર નો ડોક્ટર મૂળ રાજસ્થાન નો “મુસ્તુફાખાન પઠાણ” હોવાનું જાણવા મળ્યું હતું શહેરમાં પત્રિકા વહેંચી ડિગ્રી વગર નો ડોક્ટર દર્દીઓને હોટલમાં બોલાવી ઈલાજ કરતો હતો આ ડુબલીકેટ ડોક્ટર પથરી તથા ડાયાબિટીસની આયુર્વેદિક દવાઓ આપતો હતો અને પત્રિકા વહેંચી લોકોને સો ટકા ગેરંટી ની લોભામણી ખાતરી આપી જાહેરાત કરતો હતો ત્યારે વધુમાં પત્રિકામાં જણાવ્યા અનુસાર “બે દિવસ માં કરાવો ઈલાજ ઓપરેશન વગર આયુર્વેદિક દવાથી થઇ જાશે જિંદગીભરનો આરામ” જેવી લોભમણી જાહેરાત કરતો હતો હાલ તો આ ડોક્ટરને સુરેન્દ્રનગર ની ખાનગી હોટલમાંથી આરોગ્ય વિભાગની ટીમે ઝડપી પાડી બોગસ ડોક્ટર ને પોલીસને હવાલે કર્યો હતો હાલ ડુબલીકેટ ડોક્ટરને પોલીસ ના હવાલે કરી આગળ તપાસ સુરેન્દ્રનગર પોલીસે હાથ ધરી છે.