(કાર્તિક બાવીશી ) વલસાડ.
તા.4/12/18 પત્રકારોની પોતાની સંસ્થા એવી પત્રકાર વેલ્ફેર એસોસીએશન વલસાડના હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા આગામી બે વર્ષ માટે નવા હોદેદારોની વરણી માટે મીટીંગ યોજાતા સર્વાનુમતે હર્ષદ આહીર ફરી પ્રમુખપદે રીપીટ કરાયા હતા.
વલસાડ પત્રકાર એસોસીએશનના હોદેદારોની બે વર્ષની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થતા આજરોજ વલસાડના સર્કિટ હાઉસમા નવા હોદેદારોની ચૂંટણી માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ભૂતકાળના બે વર્ષમાં પત્રકાર વેલફેર એસોસિયેશન દ્વારા કરવામાં આવેલા કાર્યોને ધ્યાનમાં રાખીને આગામી બે વર્ષ માટે ફરીથી હર્ષદ આહિરને જ પ્રમુખ પદે રીપીટ કરવાની દરખાસ્ત કરાતા સૌ સભ્યોએ એકસૂરે પોતાના હાથ ઉંચા કરી સંમતિ દર્શાવી હતી. જે બાદ અન્ય હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેમાં ઉપ-પ્રમુખ પદે હસીન શેખ અને દિપક આહીર, મંત્રી પદે અપૂર્વ પારેખ, સહમંત્રી પદે જય પટેલ અને ખજાનચીમાં મુકેશભાઇ દેસાઇ ની સર્વાનુમતે વરણી કરાઇ હતી. સંચાલન સમિતિના અન્ય ત્રણ સભ્યોમાં વિજય યાદવ, સોમનાથ પવાર અને પ્રેમ મલાણીનો સમાવેશ કરાયો હતો. પ્રમુખ પદે રીપીટ કરાયેલા હર્ષદ આહિરે આગામી બે વર્ષમાં પત્રકારોના તથા જનસમાજના હિતમાં વિવિધ કાર્યો કરવાની ખાતરી આપી હતી. નવા વરાયેલા હોદ્દેદારોને તમામ મીડિયાકર્મીઓએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.