પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન.પટેલ નાઓની સૂચનાના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી એલ.સી.બી. ભરૂચ નાઓની ટીમને બાતમી મળેલ કે જયંતિ મંગળદાસ મિસ્ત્રી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હોમ ડીલેવરી તથા છૂટક વેચાણ કરવા સારુ ઇકો ગાડી નં. GJ 16 BB 2608માં ભરી શ્રવણ ચોકડી ચોકડીથી ABC ચોકડી તરફ જનાર છે જે બાતમીના આધારે મઢુલી સર્કલ ખાતે વોચમાં રહી આરોપી જયંતિ મંગળદાસ મિસ્ત્રી રહે; પુષ્પધન બંગ્લોઝ, લિંક રોડ, ભરૂચ ને ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 14 જેની કિંમત રૂપિયા 10,080/- તથા ઇકો ગાડીની કિંમત રૂપિયા 2,00,000/- તથા અંગ જડતીમાંથી રોકડા રૂપિયા 2,000/- તેમજ મોબાઈલ કિંમત રૂપિયા 1,000/- મળી કુલ કિંમત રૂપિયા 2,13,080/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન કજતે સોંપવામાં આવેલ છે.
ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે હોમ ડીલેવરી તથા છૂટક વેચાણ કરવા નીકળેલ બુટલેગરને ઈકો ગાડી સાથે ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ.
Advertisement