પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ તેમજ હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ડ્રાઇવ ચાલતી હોય જે અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાની દમણ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર. 65/2018 IPC 341, 308, 506, 34 મુજબના ગુનામાં કામે પકડવાના બાકી આરોપી વિશાલ દિલીપ રાણા ઉંમર વર્ષ 22 રહે; નીલકંઠ મહાદેવ મંદિર પાસે સેવાશ્રમ પાછળ, ભરૂચ નાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તારીખ 4-12-18ના કલાક 14:30 વાગે CRPC-41(1) એ મુજબ અટક કરી સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.
Advertisement