-આજ રોજ ભરૂચ શહેર ના સ્ટેશન વિસ્તાર ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ..યુથ કોંગ્રેસ ના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે નોટબંધીના સમયગાળામાં અમદાવાદ જીલ્લા સહકારી બેંક (ગુજરાત રાજ્યની સહકારી બેંકો )માં માત્ર 5 દિવસ માં હજારો કરોડો રુપીયા જમા થયા આ એક મોટું કૌભાંડ છે…..
જેના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સોમવાર ના રોજ એક આશ્ચર્યજનક વિરોધ ભારે સુત્રોચાર કરી પૂતળા દહન કરવા જતા પોલીસે પૂતળા નું દહન કરતા પહેલા જ પૂતળા નો કબ્જો લઈ લીધો હતો….




